December 5, 2024

નેત્રંગ તાલુકાના કવચીયા ગામે સટ્ટા બેટીંગના આંકડા લખતો શખ્સ ઝડપાયો.

Share to

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૧૧-૧૦-૨૪

નેત્રંગ પોલીસ સ્ટેશનના જમાદાર રાજેશભાઈ ગવલીયાભાઈ વસાવા તેમજ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમા ખાનગી વાહનમાં પ્રોહીબીશન,જુગારની રેઇડમાં નિકળેલા તે દરમિયાન કવચીયા ગામે આવતા બાતમીદાર થી બાતમી મળી હતી, કે કવચીયા ગામે પટેલ ફળીયામાં રહેતો દલસુખ રૂપસીંગ નગરીયા વસાવા પોતાના ધરની આગળનાં ભાગે આવેલ ખુલ્લી અડાળીમાં ખાટલા ઉપર બેસી જાહેરમાં ગ્રેર કાયદેસર આક ફરકના આંકડા લખી પૈસાની લાગ લગાવી હારજીતનો જુગાર રમી રમાડતા હોવાની બાતમી આધારે રેડ કરાતા આંકડા લખેલ ચીઠા તેમજ અંગ ઝડતીમાં થી રોકડા રૂપિયા ૧૧૩૦/= ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો અને જુગાર ધારા એક્ટ હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરી છે. નેત્રંગ પોલીસ સટ્ટા બેટીંગ ના આંકડા લેનાર મોટા બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરશે કે કેમ ?

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed