November 21, 2024

તિલકવાડા શબ-વાહીની મામલે આપ કાર્યકર્તાની પોલીસે અટકાયત કરતા વિવાદ સર્જાયો

Share to

ઈકરામ મલેક: રાજપીપળા

ત્રણ દિવસ અગાઉ તિલકવાડા તાલુકાના એક મહિલા ઉપર દીપડાના હુમલામાં મૌત નિપજ્યા બાદ શબ-વાહીની મુદ્દે AAP કાર્યકર્તાઓ અને નર્મદા જી.પંચાયત પ્રમુખ વચ્ચે ચડભડ થયા બાદ તિલકવાડા પોલીસે નર્મદા આપ ના 7 કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધી ગુન્હો દાખલ કર્યો હતો.

જેમાં ગઈકાલે 10 ઓક્ટોબર ની સાંજે આ પ્રકરણ મા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ના સોશિયલ મીડિયા પ્રભારી મોઈન દાયમાં ની પોલીસે અટકાયત કરી તિલકવાડા પોલીસ મથકે લઈ જવાય બાદ, આજે 11 ઓક્ટોબર ના ડેડીયાપાડા ના એમ.એલ.એ ચૈતરભાઈ વસાવા મોટી સંખ્યામાં સમર્થકો ને સાથે લઈ તિલકવાડા પોલીસ મથકે પહોંચતા ઉત્તેજના સર્જાઈ હતી.

જ્યારે કથિત રીતે ફરિયાદીએ આ FIR મામલે પોતે અજાણ હોવાનું કહેતા પોલીસ માટે ક્ષોભ જનક સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પોલીસ અને ચૈતરભાઈ વસાવા સહિત સમર્થકો વચ્ચે પોલીસ સાથે શાબ્દિક ઘર્ષણ સર્જાયુ હતું, અને મોડી સાંજે પોલીસે AAP કાર્યકર્તા મોઈન દાયમાં ને તિલકવાડા મામલતદાર કચેરી રજૂ કરી જામીન ઉપર મુક્ત કરી દેવામાં આવ્યા હતા.


Share to

You may have missed