December 5, 2024

જૂનાગઢમાં ૮૨ વર્ષના દાદાના રોજીંદુ જીવન નીર્વાહ કરવા માટે અગત્યની એવી દાતની બત્રીસી તથા અન્ય સામાન સહિતનું રૂ. ૩૫,૦૦૦/- ની કિંમતનું પર્સ  ખોવાતા જુનાગઢ પોલીસે તાત્કાલિક શોધીને સિનિયર સિટીઝન અરજદારને પરત કર્યું

Share to

_જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર ડો. શિવમ કાલરીયા જૂનાગઢના વતની હોય, તેમના દાદા ઝાંસી સર્કલથી ઓટો રિક્ષામાં બેસી મંદીરે જતા હોય તે દરમ્યાન તેમનું રૂ. ૩૫,૦૦૦/- ની કિંમતના સામાન સહિતનું પર્સ ખોવાયેલ હોય જે પર્સમાં દાદાની બત્રીસી, ઇયરબર્ડસ તથા મોબાઇલ ચાર્જર જેવી વસ્તુ હોય. દાદા જે ઓટો રિક્ષામાં મંદીરે ગયેલ હોય તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ તથા દાદા જે મંદીરે ગયેલ હોય તે મંદીરે પણ તપાસ કરેલ પરંતુ પર્સ મળી આવેલ નહિ. દાદા મંદીરેથી નિકળી અન્ય એક જગ્યાએ પણ ગયેલ હોય પરંતુ દાદાને કશું યાદ ના હોય તેમણે યાદ કરવાની ખૂબ કોશીષ કરેલ પરંતુ દાદા ૮૨ વર્ષની ઉમર હોય જેથી તેઓ મંદીરેથી કઇ જગ્યાએ ગયેલ હોય તથા પર્સ ક્યા ભુલી ગયેલ? તે બાબતે તેમને કશુ યાદ આવેલ નહિ.* શિવમભાઇએ જણાવેલ કે પર્સમાં દાદાના દાંતની બત્રીસી હોય જે તેમના જીવન જરૂરીયાતની વસ્તુ હોય, દાદાની સવાર આ દાતની બત્રીસી થી જ શરૂ થાય છે અને દીવ્સ પૂર્ણ પણ આ દાતની બત્રીસી થી જ થાય છે આ બત્રીસી મળવી તેમના માટે ખૂબ જરૂરી હોય અને શીવમભાઇ પોતે ડેન્ટીસ્ટ હોય પરંતુ જણાવેલ કે દાદાને આ બત્રીસી ઘણા વર્ષોથી માફક આવી ગયેલ અને આટલી ઉમરે નવી બત્રીસી બનાવી તો શકાય પરંતુ તેમને માફક ના આવી શકે અને મોઢામાં ઇન્ફેક્શન થવાની શક્યતા હોય અને તેઓ ખુબજ નિરાશ થઇ ગયેલ અને વ્યથીત થઇ ગયેલ. આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

_જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. સુખદેવભાઇ કામળીયા, શિલ્પાબેન કટારીયા, દક્ષાબેન પરમાર, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી શિવમભાઇના દાદા ઝાંસી સર્કલથી જે ઓટો રિક્ષામાં બેસી મંદિરે દર્શન કરવા ગયેલ હોય તે ઓટો રિક્ષાનો સમગ્ર ચેક કરતા દાદા એસ.ટી સર્કલ પાસે ઓટો રિક્ષામાંથી ઉતરી જતા જણાય આવેલ છે ત્યારબાદ આગળ ચેક કરતા તેઓ બીજી ઓટો રિક્ષામાં બેસી પંચહાટડી તરફ જતા જોવા મળેલ છે તથા પંચહાટડીથી તેઓ ચાલીને દિવાનચોકથી માલીવાડામાં ગયેલ જ્યાંથી પરત ફરતી સમયે દાદા પાસે તેમની બત્રીસી સહીત રૂ. ૩૫,૦૦૦/- ની કિંમતના સામાન સહિતનું પર્સ ના હોવાનુ જણાયેલ.*_

_જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા માલીવાડામાં જઇ તપાસ કરતા એક ઘડીયાલની દુકાનેથી પર્સ મળી આવેલ હોય. દુકાનદારે જણાવેલ કે પર્સ કોનુ હોય તેનો તેમને બિલકુલ ખ્યાલ ના હોય આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા શિવમભાઇના દાદાના દાતની બત્રીસી કે તેમની રોજીંદી જીવન ચર્યા માટે ખુબજ જરૂરી હોય તે દાતની બત્રીસી સહિતના સામનનુ રૂ. ૩૫,૦૦૦/- ની કિંમતનું પર્સ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે* કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ડો. શિવમ કાલરીયાએ જણાવેલ કે તેમને આ પર્સ પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ પર્સ પોલીસે શોધી આપતા તેમણે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો…_

જૂનાગઢ પોલીસની નેત્રમ શાખા દ્રારા સેવા એ જ ધર્મના”* સિધ્ધાંતના આધાર માની ખોવાયેલ વસ્તુ સોનાની હોય કે બત્રીસી જેવી કોઇની દીન ચર્યા સાથે સંકળાયેલ હોય,* હંમેશા વ્યક્તિની ભાવનાને મહત્વ આપી* ખોવાયેલી વસ્તુ અરજદારને તાત્કાલીક મળી રહે તેઓ આગ્રહ રાખવામાં આવે છે. સામાન્ય નાગરીક માટે બત્રીસી ખોવાય તે સામાન્ય બાબત કહેવાતી હોય પરંતુ વયોવૃદ્ધ દાદા માટે તે જીવન જરૂરીયાતની વસ્તુ હોય. પોતાના દાંતની બત્રીસી સહિતના સામાનનુ પર્સ મળી જતા દાદાજી નેત્રમ શાખા પોલીસ ટીમને પોતાના અંતરના આશીર્વાદ આપેલ હોય._

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા* સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ,નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ડો. શિવમ કાલરીયાના દાદાના દાંતની બત્રીસી તથા અન્ય સામાન સહિતનું રૂ. ૩૫,૦૦૦/- ની કિંમતનું પર્સ તાત્કાલીક શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed