જેમાં માનનીય તાલુકા વિકાસ અધિકારી શ્રી સોહેલ પટેલ સાહેબ, ભાવનાબેન પંચાલ ,પ્રવીણભાઈ પરમાર , શૈક્ષિક સંઘ તથા શિક્ષક સંઘના હોદ્દેદાર શ્રીઓ,નેત્રંગ તાલુકાના ગૃપાચાર્યશ્રીઓ ,આચાર્ય મિત્રો શિક્ષક ભાઈ બહેનો અને વ્હાલા બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. આ બંને કાર્યક્રમ સફળતાપૂર્વક અને ખૂબ ઉત્સાહથી કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં નેત્રંગ તાલુકાના નવ
ક્લસ્ટરની કુલ 45 કૃતિઓ અને કલા મહોત્સવમાં નવ ક્લસ્ટરની કુલ 36 કૃતિઓ મૂકવામાં આવી . સમગ્ર કાર્યક્રમમાં યજમાન શાળાના ગૃપાચાર્યશ્રી અને શાળા પરિવાર દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા મહોત્સવ અંતર્ગત તાલુકા ના લાયઝન અધિકારી શ્રી ચંદ્રકાંતભાઈ વસાવા એ આખા કાર્યક્રમ દરમિયાન હાજર રહી બાળકો અને શિક્ષકોને ખૂબ સારું પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડવામાં આવી આ કાર્યક્રમમાં એસ આર એફ ફાઉન્ડેશન માંથી શ્રી સુનિલભાઈ અને શ્રી કલ્પેશભાઈ તથા શ્રી કવિભાઈ ધી મૌઝા ક્રેડિટ સોસાયટીના પ્રમુખશ્રી ,શ્રી જીતેન્દ્રસિંહ બોરાધરા ,પ્રા. શિ.સંઘ રાજ્ય કારોબારી શ્રી,શ્રીમતી સોનલબેન વલવી ,શ્રી હસમુખભાઈ પ્રજાપતિ,શ્રી દિવ્યેશભાઈ રાઠોડ ,નેત્રંગ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હરિસિંહભાઈ,ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના જિલ્લા કારોબારી સભ્યશ્રી શશીકાંતભાઈ વસાવા .સી.આર.સી.કો.નેત્રંગ શ્રી વિજયભાઈ વસાવા ,શ્રી અમરસિંહભાઈ વ્યારા વગેરેનો ખુબ સાથ સહકાર રહ્યો . આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ ના નિવૃત્ત સલાહકાર શ્રી પી .બી .પટેલ સાહેબશ્રીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને નિવૃત્તિ બાદના સમય માટે, ઉત્કૃષ્ટ જીવન માટે અને તંદુરસ્તી માટે શુભેચ્છા પાઠવવામાં આવી. ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન અને કલામહોત્સવ માટે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સચિનભાઈ શાહ સાહેબ શ્રી અને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી પ્રદીપભાઈ રાણા સાહેબ તથા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી રાજીવભાઈ પટેલ સાહેબ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નેત્રંગ તાલુકાની કેજીબીવી શણકોઈ ની દીકરીઓ દ્વારા ખૂબ સુંદર આદિવાસી નૃત્ય અને પ્રાથમિક શાળા જુના નેત્રંગ ની દીકરીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત ખુબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું.ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માં વાલિયા તાલુકામાંથી નિર્ણાયક મિત્રો આવ્યા હતા અને કલા મહોત્સવમાં નેત્રંગ તાલુકાના નિર્ણાયક મિત્રો દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી. કાર્યક્રમમાં ગીતાબેન વસાવા,સતિષભાઈ વસાવા,શ્રી નારણભાઈ એ પોતાનામાં રહેલી કલાની આગવી ઓળખ કરાવી હતી.સમગ્ર કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે શ્રી મહિપતસિંહ જાદવ pm Shri થવા બ્રાન્ચ શાળા અને શ્રી વિનોદભાઈ ધૂળિયા પ્રા.શાળા કકડકુઈ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી.નેત્રંગ તાલુકાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન તથા કલા મહોત્સવ નું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યા મેડમશ્રી રેખાબેન સેંજલીયાના માર્ગદર્શન હેઠળ તાલુકાના બી.આર.સી કોડિએટર શ્રી સુધાબેન વસંતભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું.
More Stories
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો——-
જૂનાગઢ શહેર વિસ્તારના દેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ મયુર ડાંગર ને પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે ધડેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
નેત્રંગ તાલુકાનું ગૌરવ : પઠાણ પરીવારનો દીકરો MBBS ડોક્ટરની ડિગ્રી મેળવી