November 27, 2024

પરણીતાને સ્નેપચેટ ઉપર યુવાન સાથે વાતચીત કરવું પડ્યું ભારે ! યુવાને ઘરમાં ઘુસી કર્યા આવું

Share to

ઈકરામ મલેક દ્વારા: નર્મદા

*સબ ટાઈટલ*
નાંદોદ તાલુકાના રસેલા ગામની પરિણીતાના ઘરમાં ઘુસી શારીરિક અડપલા કરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ગુન્હો દાખલ કર્યો

નાંદોદ તાલુકાના રસેલા ગામની પરિણીતાની ઈજ્જત લેવાની કોશિશ કરતાં યુવક વિરુદ્ધ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ગુનાહિત ધમકીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ આરોપી સત્યજીતસિંહ પ્રદિપસિંહ જાદવ રહે.રસેલા તા.નાંદોદ જી.નર્મદા એ સ્નેપ-ચેટ એપ્લીકેશન મારફતે ફરિયાદી સાથે મિત્રતા કેળવી ફરિયાદી તથા ફરિયાદીની દિકરી તેમજ ફરિયાદના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ફરિયાદી સાથે કરેલા મેસેજને વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદીના એકલતાનો લાભ લઈ તેના ઘરમાં પ્રવેશી ફરિયાદી સાથે શારીરીક સ્પર્શ કરી અડપલાં કરનાર નરાધમ આરોપી સત્યજીતે ફરિયાદી સાથે સ્નેપ ચેટમાં પાડેલા ફોટો તેના મોબાઇલમાંથી સોસીયલ મીડીયા થકી બીજાને મોકલી ગુન્હો કર્યો તે બાબતે આરોપી વિરુદ્ધ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ધમકીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેની તપાસ પો.સ.ઈ.એન.બી.ચરપોટ રાજપીપલા પો.સ્ટે
દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


Share to

You may have missed