November 21, 2024

જૂનાગઢના મેંદરડા માં પર્યાવરણને કેન્દ્રમાં રાખી ‘સ્વચ્છતાની સાથે અનોખી રીતે નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી

Share to

ગુજરાત ભરમાં આદ્ય શક્તિના આરાધનાના પર્વ નવરાત્રીનો તહેવાર ચાલી રહયો છે. ઠેર ઠેર નવલા નોરતાની ઉજવણી થય રહી છે. ત્યારે, મેંદરડા ના કૃષ્ણ નગર સોસાયટી મેંદરડા ની ૪૦ વર્ષ જુની પ્રાચીન ગરબી મા જય અંબે ગરબી મંડળ ના આયોજકો દ્વારા ઉજવવાતુ નવરાત્રી ખાસ બની રહેશે.આ નવલા નોરતામાં ‘સ્વચ્છતાની સાથે સ્વસ્થ ને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. પર્યાવરણને ધ્યાને રાખીને નવરાત્રીમાં કેમિકલયુક્ત વસ્તુઓને દુર રખાશે અને માતાજીના ગરબામાં ફિલ્મી ગીતો તો દૂરની વાત છે, એવા ગીતોના તાલ પણ વગાડવામાં નહીં આવે. આ નવ નોરતામાં ગાયના ગોબરને ખાસ મહત્વ અપાશે.ગાયના દૂધમાંથી બનાવેલી વસ્તુઓને પ્રસાદ તરીકે ઉપયોગમાં લેવાશે તેમજ
સુશોભન, પાણી, પ્રસાદ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યા સુધી ઓછો કરવા નો નિર્ણય લીધો છે
આ નવરાત્રી મહોત્સવ સાત્વિક નવરાત્રી મહોત્સવ બની રહેશે. આયોજકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પર્યાવરણને કેન્દ્રમાં રાખીને નવરાત્રી પર્વને ઉજવવાનું નક્કી કરાયું અને તેમાં સફળતા પણ મળી છે આ ગરબી ના સંચાલક પરસોતમ ભાઈ ઢેબરીયા એ જણાવ્યું હતું કે, નોરતામાં કેમીકલ યુક્ત અગરબતીને બદલે ગોબરની ધુપબતીનો ઉપયોગ કરવાનું, ચોકલેટને બદલે ગાયના દૂધ-ઘી માંથી બનાવેલ પ્રસાદ(માવો, સુખડી), બજારના અશુધ્ધ ઘી ને બદલે દીવામાં તલનું તેલ, ગાયના ઘી નો ઉપયોગ‌ કરશુ
ગાયના ગોબરની ધુપબતી, ગાયના દૂધમાંથી પ્રસાદ, અને પર્યાવરણને કેન્દ્રમાં વર્તમાન સમયે દરેક પ્રસંગોમાં વપરાતી મોટા વસ્તુમાં કેમીકલના ઉપયોગને ટાળવું અશક્ય બની રહ્યું છે ત્યારે આ નવરાત્રીના પર્વમાં દેશી ગાયના દૂધમાંથી બનાવટવાળી વસ્તુઓનો સ્વાસ્થયને બચાવી શકાય. ગોબરનો ધૂપ તરીકે ઉપયોગ કરવાથી કેમિકલને દૂર રાખી શકાય. ખાસ તો, આવનારી પેઢીને આ બાબતોથી પ્રેરણા મળે તેવો આશય છે. એટલું જ નહીં, મેંદરડા ગામે નવ નોરતામાં માતાજીના ગરબા માં નાની બહેનો રાસ રમે છે. હિંદી-ગુજરાતી ફિલ્મોના તાલને પણ દૂર રખાય છે. આમ, આ વર્ષે પણ આ નાનકડા ગામમાં પર્યાવરણને કેન્દ્રમાં રાખી આધુનિકતાથી પર થઈને માતાજીની આરાધના કરવામાં આવે છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed