October 17, 2024

સ્વછતા હી સેવા અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું

Share to

વાગરા તાલુકાના અરગામા ગ્રામ પંચાયતના તલાટીને ભરૂચના ધારાસભ્યના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

ભરૂચ ખાતે જિલ્લા કક્ષાના સ્વચ્છતા કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓનું પણ સન્માન કરાયું

ભરૂચની જે.પી.કોલેજના ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાયો

સાગબારા તારીખ 4,10,24

ભરૂચ લોકસભામાં સ્વચ્છ ભારત મિશન શહેરી અને ગ્રામીણ ના સહિયારા ઉપક્રમે સ્વચ્છતા હી સેવા હે નો કાર્યક્રમ ભરૂચની જે.પી.કોલેજના ઓડિટોરિયમ ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા ,ભરૂચ ના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા,જિલ્લા કલેક્ટર ડો.તુષાર સુમેરા,ડીઆરડીએના નૈતિકા પટેલ સહિતના અધિકારીઓની અને ભાજપના પદાધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે યોજવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં થઈ રહેલી સ્વચ્છતાની કામગીરી ની રૂપરેખા વર્ણવી હતી.અને સ્વચ્છતા અભિયાન માં જોડાવા માટે લોકોને અપીલ કરી હતી. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ સ્વચ્છતા પર ભાર મૂક્યો અને ગાંધીજીના વિચારોથી વરેલી સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતેના પોતાના અભ્યાસકાળના અનુભવો ને વાગોળયા હતા.
ત્યારે વાગરા તાલુકાની અરગામા ગ્રામ પંચાયતના તલાટી સુસમાબેન દલસુખભાઈ વસાવા અને સરપંચ ને સ્વછતા હી સેવા અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર ભરૂચ જિલ્લામાં અરગામા ગ્રામ પંચાયત સ્વચ્છતા બાબતે બીજા ક્રમે રહી હોય ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે તલાટી સુસમાબેન દલસુખભાઈ વસાવાને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.ભરૂચ ખાતે સ્વચ્છ ભારત મિશન ને અનુલક્ષીને શહેરી,ગ્રામીણ જીલ્લા, તાલુકા કક્ષાએ સ્વચ્છતા માટે સ્વચ્છતા હી સેવા હે 2024 નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે આ અરગામા ગ્રામ પંચાયતના તલાટી સુસમાબેન દલસુખભાઈ વસાવા નર્મદા જિલ્લાના સાગબારા ખાતેના વતની છે.અને ગત મહિને શિક્ષક દિને વડોદરા જિલ્લામાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે જેમને એવોર્ડ આપવામાં આવ્યો તે સાવલી આદર્શ નિવાસી શાળામાં ફરજ બજાવતા પારુલબેન દલસુખભાઈ વસાવા ના મોટા બહેન થાય છે. તેમના પિતા દલસુખભાઈ ડી.વસાવા જિલ્લા પંચાયત બાંધકામ શાખામાં વર્ષો સેવા આપી નિવૃત્ત થયા છે. પોતાની ફરજ કઇ રીતે અને કેવીરીતે નિષ્ઠા પુર્વક નિભાવવી તે બને બહેનોએ પોતાના પિતા પાસે થી શીખ મેળવી છે. અને બંને બહેનોએ પોતાના પિતાનું નામ રોશન કર્યું છે.ત્યારે અરગામા ગ્રામ પંચાયત ની સાથે સાથે સાગબારા નું નામ પણ રોશન કર્યું છે.


Share to

You may have missed