October 17, 2024

માનનીય કલેકટરશ્રી કચ્છના આદેશ મુજબ ભાચાઉ પ્રાંત અધિકારીશ્રી બાલમુકુંદ સૂર્યવંશી તથા મદદનીશ નિયામકશ્રી (ફ્લાઈંગ સ્કવોર્ડ) મેહુલ શાહ તથા તેઓની તપાસ ટીમ દ્વારા

Share to


`લોકેશન કચ્છ

ાનનીય કલેકટરશ્રી કચ્છના આદેશ મુજબ ભાચાઉ પ્રાંત અધિકારીશ્રી બાલમુકુંદ સૂર્યવંશી તથા મદદનીશ નિયામકશ્રી (ફ્લાઈંગ સ્કવોર્ડ) મેહુલ શાહ તથા તેઓની તપાસ ટીમ દ્વારા તા.04/10/2024 ની મોડી રાતે કચ્છ પૂર્વ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડીયા – આડેસર હાઇવે પર ગેરકાયદે ખનિજ પ્રવૃતિ સબબ વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ. જે દરમ્યાન લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઈનાકલે ખનિજ વહન કરતી એક સાથે કુલ 16 ટ્રકોને ઝડપી પાડવામાં આવેલ. તે જ રીતે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અન્ય બે ટ્રકોને અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઈનાકલે ખનિજ વહન કરતા ઝડપી પાડવામાં આવેલ. આમ કુલ મળી 18 ટ્રકોને ગેરકાયદે ખનિજ વહન બદલ સીઝ કરી આશરે પાંચ કરોડ ચાલીસ લાખનો મુદ્દામાલ લાકડીયા તથા ગગોદર પોલીસ સ્ટેશનને કસ્ટડીમાં સોંપવામાં આવેલ. ઉપરોક્ત કાર્યવાહી બદલ સદર વાહન માલિકો પાસેથી કુલ મળી 54 લાખ રૂપિયાની દંડકિય વસુલાતની કામગીરી ફ્લાઇંગ સ્કવોર્ડ – કચ્છ દ્વારા હવે પછી હાથ ધરવામાં આવશે

.“`
*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed