December 5, 2024

જુનાગઢ પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબ દ્વારા  જરૂરિયાતમંદો તેમજ જાહેર જનતા માટે કાયમ માટે  માનવતાની મહેક કેન્દ્રનો નો પ્રારંભ કરવામાં આવ્યો

Share to

જૂનાગઢ જિલ્લામાં જરૂરીયાતમંદો સન્માનપુર્વક જુના કપડા, બુટ-ચપ્પલ તથા જુના પુસ્તકો નિસંકોયપણે લઇ જઇ શકે તે હેતુસર જિલ્લામાં ઉભ કરાયેલ સેવાકીય સ્થળ એટલે ” માનવતાની મહેક ‘ નુ આજરોજ જાહેર જનતા માટે ખલ્લુ મકતી જૂનાગઢ જિલ્લા પોલીસ

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેશ જાજાડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાં નેતૃત્વમાં તથા દાસારામ બિલ્ડર્સના અરવિંદભાઈ પાથર દ્વારા સમાજના જરૂરીયાતમંદો માટેનું એક કાયમી કેન્દ્ર માનવતાની મહેક* લોકલ કાઈમ બ્રાન્ચ જૂનાગઢની કચેરીની બાજુમાં ઉભું કરવામાં આવેલ.

જે ” માનવતાની મહેક ” નુ મુખ્ય કાર્ય એટલે સમાજના સાધન સંપન્ન સમૃધ્ધ લોકો પાસે રહેલી વધારાની ચીજ વસ્તુઓ જેવી કે બાળકો, વૃધ્ધો કે મહિલાઓ માટેના કપડા, બુટ-ચપ્પલ કે અભ્યાસ પુર્ણ કરેલા પુ૨સ્તકો કે સુકો ના૨તો જેવી ચીજવસ્તુઓ આ સ્થળે મુકી જાય અને જરૂરીયાતમંદો અહીંથી સન્માન પુર્વક લઇ જઈ શકે.

ઉપરાંત સમાજના સમૃધ્ધ નાગરીકો કે જેઓ પોતાના બાળકોના જન્મદિવસ કે માતા- પિતાની પુણ્યતીથીએ પણ કોઈ જરૂરીયાતમંદો માટે ઉપયોગી ચીજવસ્તુઓ મુકી શકે, જેમની પાસે છે અને જેમની પાસે નથી એ બંકો વચ્ચેની કડી એટલે * માનવતાની મહેક *

આ માનવતાની મહેક* નો પ્રારંભ આજરોજ તા.૦૩/૧૦/૨૦૨૪ ના કલાક ૧૭/૦0 વાગ્યે જૂનાગઢના ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા તથા જિલ્લાના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતીમાં જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed