_જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
અરજદાર ખેર રીના ભગવાનભાઇ જૂનાગઢના વતની હોય, અને વર્લ્ડ ઇનબોક્સ ખાતે ક્લાસીસ કરતાં હોય રીનાબેન પ્રમુખ જ્વેલર્સથી ઓટો રિક્ષામાં બેસી વર્લ્ડ ઇનબોક્સ ક્લાસીસમાં જતાં હોય તે દરમ્યાન તેમનો રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનો MI કંપનીનો Note 10 pro મોબાઇલ ફોન ઓટો રિક્ષામાં જ ભુલાઈ ગયેલ હોય* રીનાબેને જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ ઓટો રિક્ષા કે મોબાઈલ ફોન મળી આવેલ નહીં. તથા રિનાબેનનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઇ ગયેલ હોય જેથી ખોવાયેલ મોબાઇલ ફોન કેવી રીતે શોધવો?? તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને તે મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
જૂનાગઢ હેડ ક્વાટર ડી.વાય.એસ.પી શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. રાહુલભાઈ મેઘનાથી, સુખદેવભાઈ કામળીયા, રૂપલબેન છૈયા, એન્જીનીયર રિયાઝભાઈ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી રીનાબેન ખેર પ્રમુખ જ્વેલર્સથી વર્લ્ડ ઇનબોક્સ ક્લાસીસમાં જવા જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી રીનાબેન પોતાનો રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનો MI કંપનીનો Note 10 pro મોબાઇલ ફોન જે ઓટો રિક્ષામાં ભૂલી ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી. નંબર GJ-07-VV-2419 શોધેલ.*_
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે મોબાઈલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ. આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રીનાબેન ખેરનો રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનો MI કંપનીનો Note 10 pro મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને રીનાબેન ખેરે જણાવેલ કે તેમને આ મોબાઇલ ફોન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ મોબાઇલ ફોન પોલીસે શોધી આપતા તેમણે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો….*_
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ,નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રીનાબેન ખેરનો રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનો MI કંપનીનો Note 10 pro મોબાઇલ ફોન તાત્કાલીક શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
નેત્રંગ નગરના મુખ્ય રોડ રસ્તાઓ પર વચોવંચ ફોરવ્હીલ વાહનો મુકી દેતા ટ્રાફિક સમસ્યા હલ થવાના બદલે એનીએ હાલત. તંત્ર થકી કડક હાથે કામગીરી થશે ખરી ?
ઝધડીયા-વાલીઆ-નેત્રંગ તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતી રેતી ખનન તથા વહન અંગે સંકલન સમિતિની મીટીંગમા અવાર-નવાર પ્રશ્ર્ન ઉપસ્થિત થતા ઝધડીયાના નાયબ કલેક્ટરે મામલતદારોને આદેશ કરાતા નેત્રંગ મામલતદારે રોયલ્ટી પાસ વગર રેતી વહન થતી બે ટ્રક ઝડપી પાડી.
બોડેલી ના અલી ખેરવા તળાવ માં જોવાયો મગર