October 17, 2024

* લાળી-ગલ્લાવાળાની રોજગારીની વ્યવસ્થા થાય પછી દબાણ હટાવો : સાંસદ મનસુખભાઇ વસાવા

Share to

* નેત્રંગમાં ગેરકાયદેસર દબાણો હટાવા મુદ્દે સાંસદની જીલ્લા કલેકટરને રજુઆત

* નાયબ કલેક્ટરે તા.વિકાસ અધીકાર અને સરપંચ-તલાટીને લેખિત હુકમ કયૉ

તા.૦૧-૦૯-૨૦૨૪ નેત્રંગ.

નેત્રંગ ચારરસ્તા ઉપરથી અંબાજી-ઉમરગામ અને અંકલેશ્વર-બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતાં હોવાથી રાત-દિવસ વાહનવ્યવહાર ધમધમતો રહેતો હોવાથી નેત્રંગ ચારરસ્તા ઉપર સતત ભારે ટ્રાફિકજામ રહે છે.તેનું મુખ્ય કારણ નેત્રંગમાં ગેરકાયદેસર દબાણો છે.તેવા સંજોગોમાં નેશનલ હાઇવે ઓથોરીટી અને જવાબદાર વિભાગના અધિકારીઓએ નેત્રંગ ચારરસ્તાથી માંડવી રોડ ઉપર આવેલ ગ્રા.પંચાયત બાગ સુધી,નેત્રંગ ચારરસ્તાથી લાલમંટોડી સુધી,નેત્રંગ ચારરસ્તાથી કોસ્યાકોલાના નાળા સુધી,નેત્રંગ ચારરસ્તાથી ગેસ્ટહાઉસ સુધી અને નેત્રંગ ભાવના પાનથી ગ્રા.પંચાયત કચેરી સુધીના ગેરકાયદેસર દબાણો હટાવાની ગ્રામજનોને નોટીશ આપવામાં આવી છે.તેવા સંજોગોમાં ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવાએ વતઁમાન ચોમાસાની સ્થિતિના કારણે જીલ્લામાં કેટલીક જગ્યાએ લાળી-ગલ્લાવાળાઓના દબાણો દુર કરવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.જ્યાં સુધી રોજગારીને લગતી બીજી કોઈ અન્ય કોઇ વ્યવસ્થા ઉભી કરવામાં નહીં આવે ત્યાં સુધી દબાણો દુર કરવાની હાલ પુરતી બંધ કરવામાં આવે.નેત્રંગ તા.પંચાયત દ્રારા લાળી-ગલ્લાઓના દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.પરંતુ હાલ દબાણ હટાવાની જરૂરિયાત જણાતી નથી.જેથી રોજગારીને લગતા પ્રશ્નો ઉદભવ થાય નહીં તેવી જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરતાં ખળભરાટ મચી જવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે,ભરૂચ જીલ્લા સંકલન સમિતિની બેઠક બાદ ઝઘડીયા નાયબ કલેક્ટર નેત્રંગ ચારરસ્તાની આજુબાજુના વિસ્તારના ગેરકાયદેસર દબાણો હટાવા માટે નેત્રંગ તા.વિકાસ અધીકાર અધીકાર,સરપંચ અને તલાટીને લેખિત નોટીશ કરી બે-ત્રણ દિવસમાં આ બાબતૃ કચેરીમાં રીપોટઁ કરવા જણાવતા અને ગેરકાયદેસર દબાણો હટાવા માટે ગ્રામજનોને નોટીશ આપાઇ છે.આગામી ૫ ઓક્ટોબરની આસપાસ કામગીરી કરવામાં આવશે તેવી લોકવાયકા છે.ત્યારસુધીમાં નેત્રંગમાં સૌથી મોટું ગેરકાયદેસર દબાણ હટાવાની કડક કાયઁવાહીની થશે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed