જૂનાગઢ તા.૩૦/૦૯/૨૦૨૪ જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં આગામી તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા. ૧૨/૧૦/૨૦૨૪ સુધી જિલ્લા આયોજન થનાર નવરાત્રી મહોત્સવ સબંધે તકેદારીના ભાગરૂપે એકશન પ્લાન તૈયાર કરતી
જૂનાગઢ જિલ્લા પોલીસ
જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં આગામી તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૧૨/૧૦/૨૦૨૪ સુધી માં હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર માં નવદુર્ગાનો પર્વ એટલે નવરાત્રીનું આયોજન થનાર હોય. નવરાત્રી મહોત્સવ શાંતીપુર્ણ વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેશ જાજાડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક થી હર્ષદ મહેતા સાહેબનાં નેતૃત્વમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાય રહે તેમજ નવરાત્રી મહોત્સવમાં પોલીસ શ્રધ્ધાળુઓને કઈ-કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે માટે પોલીસ અધિક્ષકથી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જિલ્લા વિસ્તારમાં આયોજન થનાર અંદાજે નાની-મોટી ગરબી, શેરી ગરબા, ડીરકો ડાંડીયા, વિભિન્ન રામાજની ગરબીઓમાં પોલીસની હાજરી સતત દેખાય તેમજ આવારા તત્વો, અસમાજીક સમો, ડ્રગ્સ માફીયા, બુટલેગરો, માથાભારે ઈસમો નવરાત્રી મહોત્સવમાં સામાન્ય પ્રજાને કોઈ તકલીફ ના પડે તેમજ ડ્રાપ્સ, દારૂનો ગે.કા. પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખવા તેમજ શ્રઘ્ધાળુઓ, ભાવીકો, સામાન્ય નાગરીકોને કોઈ અગવડ ન પડે તેમજ શકય એટલી તમામ પોલીસ મદદ મળી રહે તેમજ શરીર સબંધી, મિલ્કત સબંધી ગુના ન બને તે હેતુસર પુરતી તકેદારી રાખવા સારૂ જિલ્લા વિસ્તારમાં કુલ -૨૨ જેટલા ખાનગી પાર્ટી પ્લોટમાં કોમર્શિયલ ગરબા તેમજ ૧૮-જેટલા જાહેર ગરબાઓ તથા અંદાજીત ૫૫૯- જેટલી અન્ય શેરી ગરબાઓનુ આયોજન થનાર છે. જે તમામ સ્થળોઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.
• સર્વેલન્સ ટીમની કામગીરી:-
નવરાત્રી મહોત્સવ દરમ્યાન જિલ્લામાં દરેક ગામમાં તાલુકા લેવલે તથા જિલ્લા કક્ષાએ યોજાતી નાની-મોટી ગરબીઓમાં ઉમટતી ભીડનો લાભ ઉઠાવી પીક પોકેટીંગ, મોબાઈલ ચોરી તથા ચીલ ઝડપ જેવા મિલ્કત સબંધી ગુના ન બને તે માટે પોલીરા અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા કાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો.ઇન્સ. શ્રી જે.જે.પટેલ ને આવા ઈસમો ઉપર કડક વોચ તપારા રાખવા ૨૪ કલાક સર્વેલન્સ ટીમને એકટીવ રાખવા સૂચના કરવામાં આવેલ છે.
જે અન્વયે જૂનાગઢ કાઈમની ટીમ દ્વારા કુલ-૨ ટીમો બનાવવામાં આવેલ છે. જેમાં એક ટીમ જિલ્લા શહેર વિસ્તાર તથા એક ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી વોચ રાખી મિલ્કત સબંધી ગુન્હાઓ આચરી શકે તેવા ઇસમોને સ્પોટ કરી તેમજ શંકારપદ જણાતા ઇસમોને ચેક કરી અટકાયતી પગલા લેવામાં આવશે.
• શી ટીમની કામગીરી:-
નવરાત્રી મહોત્સવ દરમ્યાન નવરાત્રી કરવા આવેલ બાળકો, મહિલા, વૃધ્ધ તથા સીનીયર સીટીજનને કોઈ અગવડ ન પડે તેમજ કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લાની શી ટીમને રાઉન્ડ ધ કલોક એકટીવ રાખવામાં આવશે. અને શી. ટીમને સતત બાળકો, મહિલા, વૃધ્ધ તથા સીનીયર સીટીજનને મદદરૂપ થઇ શકે તેવા પ્રયાસો કરવા સુચનાઓ આપવામાં આવેલ છે.
• ટ્રાફીક ટીમની કામગીરી:-
નવરાત્રી મહોત્સવ દરમ્યાન માનવ મહેરામણ ઉમટી પડવાની શક્યતા હોય જેથી ટ્રાફીકની સમસ્યા ઉદભવે નહિ તે હેતુસર જિલ્લામાં અલગ-અલગ ટ્રાફીકના પ્રશ્નો ઉપસ્થિત થઇ શકે તેવી જગ્યાઓ ઉપર ટ્રાફીક પોઈન્ટ ઉભા કરવામાં આવેલ છે. તેમજ આ ટ્રાફીક ટીમોને વાહન ચેકીંગ કરી ગેરકાયદેશર જણાયેથી એમ.વી. એકટ હેઠળ અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ છે. તેમજ ટ્રાફીક અડચણરૂપ વાહનોને તથા નો પાર્કીંગમાં પાર્ક કરેલ વાહનોને ટોઈંગ કરી અન્યત્ર જગ્યાએખોડવા સૂચના કરવામાં આવેલ છે.
ડ્રગ્સની બદીને નાબુદ કરવા ટીમની રચના:-
નવરાત્રી મહોત્સવ દરમ્યાન યુવા વર્ગને નશાની લતથી દુર રહે હેતુસર જિલ્લા વિસ્તારમાં ડ્રગ્સ નશાકારકપદાર્થોના વૈચાણ કરતા અસમાજીક તત્વો ઉપર સતત વોચ રાખવા એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ. શ્રી પી.કે.ચાવડા ને સુચના કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે પો.ઇન્સ. શ્રી પી.કે. ચાવડા દ્વારા એસ.ઓ.જી. શાખાની કુલ-૫ ટીમો બનાવી ખાનગી રીતેછુરા કીટ સાથે રાતત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ રાખવામાં આવશે અને નશાકારક પ્રવૃત્તિ કરનારા ઈરામો ઉપર કાયદેસરનીકાર્યવાહી કરશે.
• જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ અસરકારક આયોજન:- > પોલીસ અધિક્ષકથી જૂનાગઢ નાઓની સુચના અનુસાર જીલ્લાના તમામ શાણા અમલદારથીઓએ પો.સ્ટે. વિસ્તારના
તમામ આયોજકોને તહેવાર અનુસંધાને રાખવાની તકેદારીથી માહીતગાર કરવામાં આવેલ તેમજ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ જેમાં ખારા કરીને જે પણ જગ્યાએ ગરબાઓ યોજાનાર છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવવા, યોગ્ય જગ્યાએ વાહનોનું પાર્કીંગ કરાવવું, કોઇપણ પ્રકારના બનાવ બને તો તાત્કાલીક પોલીસ કન્ટ્રોલરૂમનો (૦૨૮૫- ૨૬૩૦૬૦૩) તેમજ જેતે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જે બાબતે તમામ આયોજકોને થાણા અધિકારીશ્રીના તેમજ પોલીસ કન્ટ્રોલરૂમના નંબર આપવામાં આવેલ જેથી કોઈપણ બનાવ કે અનઅધિકૃત વ્યકિત વિરૂધ્ધ કાર્યવાહી ઝડપી કરી શકાય.
>> નવરાત્રી તહેવાર શાંતીમય રીતે ઉજવી શકાય તે સાફ પોલીસતંત્ર એલર્ટ અને અગ્રેસર છે. જેમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ રાખવામાં આવનાર છે તથા ગરબા આયોજકો સાથે સંકલનમાં રહી આ નવરાત્રી આયોજનમાં મહીલાઓ દ્વારા પણ ખાનગી તેમજ યુનિફોર્મમાં પોલીસ ફરજ બજાવનાર છે.- નવરાત્રી તહેવાર દરમ્યાન રાત્રીના સમયે ગરબા પૂર્ણ થયા બાદ ઘરે જતી મહીલાઓ કે દિકરીઓને અસામાજીક તત્વો દ્વારા હેરાનગતિ થતી અટકાવવા અને સુરક્ષિત વાતાવરણ પુરું પાડવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ રાખવામાં આવનાર છે તથા તે માટે તેઓ ૧૦૦ તથા ૧૮૧ (મહીલા હેલ્પલાઈન) નંબર પર પોલીરાને કોઈ પણ પ્રકારની મદદ માટે તાત્કાલીક જાણ કરશે તો ગણતરીની મિનીટોમાં તેમના સુધી મદદ પહોંચી જશે.
આ નવરાત્રી તહેવાર દરમ્યાન કોઈ પણ આર્કારેયક પરિસ્થિતિ ઉદભવે તો તેને પહોંચી વળવા માટે જૂનાગઢ પોલીસ દ્વારા બે ગર્વની ટીમ તથા યુ. આર.ટી. ટીમ તહેનાત કરવામાં આવેલ છે જે જૂનાગઢ ખાતે એક પો.સ.ઈ. અને ૨૦ માણસો સાથે સ્ટેન્ડ બાય રહેશે અને એક માંગરોળ ખાતે એક પો.સ.ઈ. અને ૧૫ માણસો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે- ઉપરાંત હાલમાં વધી રહેલ નશાકારક પદાર્થોના ચેવન અંગે છઠ્ઠા પોલીસ દ્વારા છદામાં ડ્રગ્સ અવરનેશ કાર્યક્રમો કરવામા આવેલ છે તેમજ આયોજકોએ એસ.ઓ.જી.ના સંકલનમાં ૨ઠી પાર્ટી પ્લોટમાં ડ્રગ અવેરનેશ અને સાઈબર ક્રાઈમની જાગૃતી બાબતે રટોલ ઉભા કરી ઓડીયો, વિડીયો તથા બેનર્ચ દ્વારા યુવાનોમાં જાગૃતી લાવવા સમજ કરવામાં આવશે.
ભવરાત્રીના ગરબા શાંતીપૂર્ણ રીતે લોકો ૨મી શકે તે માટે જૂનાગઢ પોલીરા કટીબધ્ધ છે. બાળકો, મહીલાઓ અને વૃધ્ધોની સલામતી માટે વિશેષ તકેદારી રાખવા વ્યવરથા કરેલી છે.
આ માટે પોલીસ વિભાગ દ્વારા જો કોઈ વ્યક્તિ દારૂનો કે અન્ય પ્રકારનો નશો કરેલી હાલતમાં ગરબા રમવા આવો અને શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવો તો આ પરિરિતિને પહોંચી વળવા માટે જૂનાગઢ પોલીસ બ્રેશ એનાલાઇઝર અને ડ્રગ ટેરિસ્ટંગ કીટ નો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ ક૨ના૨ છે.- પોલીસ બંદોબસ્તમાં બોડીવોર્ન કેમેરા સાથેની ટીમ કાર્યરત રહેશે. મહીલાઓની ચલામતી માટે છધાની કુલ- ૧૮ SHE TEAM ખુબજ ચક્રિયતા સાથે બંદોબત કરશે. – જીલ્લાની એલ.સી.બી. તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા નવરાત્રી તહેવાર દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ જીલ્લામાં સતત કાર્યરત રહેશે.
> નવરાત્રી તહેવાર અન્વયે સાવજ એપ્લીકેશનમાં જીલ્લાના ગુનેગારો જેવા કે, એમ.સી.આર વાળા ઈસમો અગાઉ યોરી કરેલ ઈરામો, હીસ્ટ્રીશીટરો, આકર્શ એક્ટ, એન.ડી.પી.એરસ, માથાભારે તથા બુટલેગર સહીતના ૩૮૦૦ જેટલા આરોપીઓને દર મારો ટેકનીકલ માધ્યમથી ચેક કરવામાં આવે છે જેનાથી કોઈ પણ બનાવ કે ઘટનાને બનતા પહેલા અટકાવી સકાય. અને નવરાત્રી તહેવાર દરમ્યાન પણ આ ઇસમો ઉપર ચાંપતી નઝર રાખવામાં આવશે
• જૂનાગઢ પોલીસ દ્વારા જાહેર જનતાને આટલુ કરવા જણાવવામાં આવે છે ડે, આપ જયાં અને જેની પણ સાથે ગરબા રમવા જવાના હોય તેનું એડ્રેસ અને ફોન નંબર આપના સ્વજનોને આપીને જવું
આપનું google લોકેશન ફીચર હંમેશા ઓન મોડમાં રાખવું
અજાણી અથવા ટૂંકા પરિચય વાળી વ્યક્તિ દ્વારા ઓફર કરાયેલા કોઈપણ પ્રકારના ફ્રિક્સ કે ખાધપદાર્થ લેવાનું ટાળો
હંમેશા પરિચિત ગ્રુપ સાથે જ રમવા જવું તથા અજાણી વ્યક્તિ પાસે લીફ્ટ લેવાનો ટાળવું. કોઈ આજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંત કે અવાવરૂ જગ્યાએ ન જશો
ગરબા સ્થળે પહોંચવા માટે તમારો રસ્તો હંમેશા ભીડવાડ વાળો પસંદ કરવો.
સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા મળેલી વ્યકિત સાથે આપના કોઈપણ પ્રકારના ફોટોગ્રાફ કે વિડિયો
શેર ન કરશો. કોઈપણ મુશ્કેલના સમયમાં તથા રાત્રિના સમયે જો વાહન ન મળે તો તાત્કાલિક ૧૦૦ અથવા ૧૮૧ નંબર ડાયલ કરી પોલીસને જાણ કરશો.
જૂનાગઢ પોલીસ આપની શાંતી, સુરક્ષા અને સલામતી માટે કટ્ટીબધ્ધ છે. નવરાત્રી મહોત્સવ દરમ્યાન કોઈપણ પ્રડારની આપતી ડે ડોઈ પણ પ્રકારની ઘટના ડે ગુન્હા અંગેની જાણ અંગે પોલીસની મદદ અર્થે ડાયલ કરો
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો