October 2, 2024

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી સતત પાંચમી વાર પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરની સપાટીએ પહોંચવાની ગૌરવરૂપ ઘટનાના અવસરે આજે વિજય મુહૂર્તમાં ‘નમામી દેવી નર્મદે’ના મંત્રોચ્ચાર સાથે જળ પૂજન કરીને નર્મદા મૈયાના નીરનાં વધામણા કર્યા હતા.

Share to

અત્રે ઉલ્લેખનીય છે કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ સરદાર સરોવર ડેમનું બાકીનું કામ પૂર્ણ કરી દરવાજા લગાવવાની મંજૂરી આપી હતી, જેના કારણે આજે નર્મદાનું પાણી રાજ્યમાં 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો મળીને ચાર કરોડ જેટલા લોકો સુધી પહોંચ્યું છે.

આ ઉપરાંત, માનનીય વડાપ્રધાનશ્રીના દ્રષ્ટીવંત નેતૃત્વ અને સુચારુ જળ વ્યવસ્થાપનના ફળસ્વરૂપે સરદાર સરોવર ડેમના છલકાવાથી અગાઉ દરિયામાં નિરર્થક વહી જતાં પાણી હવે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના 115 ડેમ ભરવા તથા સુજલામ સુફલામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના 9 મોટા-મધ્યમ જળાશયો અને 909 તળાવોમાં પહોંચાડવામાં આવે છે.

આ વર્ષે પણ સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થતાં રાજ્યની જુદી-જુદી 10 નદીઓમાં નર્મદા જળરાશિ વહેવડાવીને આ નદીઓને જીવંત કરવામાં આવી છે. નર્મદા યોજનાના રીવરબેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ 1343 મેગાવોટ વીજળી તથા અત્યાર સુધીમાં 6283 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે.


Share to

You may have missed