સાગબારાના કોડબા અને નવફળી અમીયાર ગામ વચ્ચે ફોરવ્હીલ કારે આઇસર ટેમ્પો અને બાઈકને ટક્કર મારતા સાગબારા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાય. ફરિયાદી ધર્મેન્દ્રભાઈ વસાવા ની મોટર સાયકલ નંબર GJ 22 ME 9209 ની ચલાવીને સાગબારાથી અમીયાર ગામે જતા હતા. તે વખતે કોડબા અને નવીફળી ગામ વચ્ચે આવેલ હાઇવે રોડના વળાંકમાં સામેથી આવતી વેગેનાર ફોરવીલ ગાડી નંબર GJ 05 CM 6857 ના ચાલકે તેની ફુલ ઝડપે રોંગ સાઈડમાં હંકાવીને લઈ આવી ખાલી સાઇટ ટેમ્પોને પાછળના ભાગે ટક્કર મારી ત્યારબાદ મોટરસાયકલને પણ ટક્કર મારી દેતા મોટરસાયકલ સાથે ફગોતાઈ જતાં ચાલક રોડની સાઈટમાં પડી જતાં. શરીરમાં ઈજા થઈ હતી. ફોરવ્હીલર વિરુદ્ધ બાઈક ચાલકે સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો.
