October 4, 2024

બોડેલી માં નવરાત્રી પર્વ નજીક આવતા  તૈયારિઓ પૂરજોશ માં શરૂ

Share to

આદ્યશક્તિ શ્રી અંબે માતા ના નવરાત્રિ પર્વ નો પ્રારંભ ને ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે રૂમઝૂમ નવરાત્રિ માં મન મૂકી ને ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ તૈયારી માં વ્યસ્ત બન્યા છે .


બોડેલી, ઢોકલીયા અને અલીપુરા માં ગરબા આયોજકો ખેલૈયાઓ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. અલીપુરા જન શક્તિ ખોડીયાર સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત ખોડીયાર મંદિર પાસે ના ગરબા ગ્રાઉન્ડ ને રંગ બે રંગી રોશની થી ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રી ના નવ દિવસ સુધી વડોદરા નુ સ્વર આલાપ કલા વૃંદ ગરબા ની રમઝટ બોલાવશે. બોડેલી ગરબી ચોક માં પણ નવરાત્રી પર્વ માં કોઈ કચાસ ના રહી જાય તેના માટે આયોજકો દ્વારા તમામ તૈયારી ઓ પૂરજોશ માં ચાલી રહી છે. રમીલા બેન નુ વૃંદ ગરબા ની રમઝટ બોલાવશે.જેને લઇ ને ખેલૈયાં માં ભારે ઉત્સાહ જોવા જોવા મળી રહ્યો છે ઢોકલીયા ગરબી ચોક, ગંગા નગર સોસાયટી ના ગરબી ચોક,રામજી મંદિર, સમર્પણ સોસાયટી, ગજાનંદ પાર્ક સોસાયટી, ચંદ્રેશ્વર સોસાયટી,વિગેરે સ્થળે પણ નવરાત્રિ પર્વ ની ઉજવણી કરવામાં આવશે. નવરાત્રિ પર્વ ને ગણતરી ના દિવસ બાકી રહ્યા છે ત્યારે ભક્તો ઘરે માતાજી ના મંદિર ને શણગારવા માં આવી રહ્યા છે બજાર માં ચૂંદડી, ધૂપ, અગરબત્તી સહીત નો સામાન ની ધૂમ ખરીદી થઇ રહી બોડેલી માં નવરાત્રિ પર્વ આનંદ ઉલ્લાસ અને શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર પણ વ્યવસ્થા માં લાગ્યું છે.

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed