October 1, 2024

* મુસ્કાન વસાવાના ઓલ ઈન્ડીયા ડોમેસ્ટીક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ-૧૦ માં પસંદગી

Share to

* સમસ્ત આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત

* બલેશ્વર ગામના આદિવાસી આગેવાને ક્રિકેટ રમવાના શોખે પુત્રીને ક્રિકેટર બનાવી

* ૭ એકર જમીનને ખેડી ક્રિકેટનું મેદાન બનાવી દીધું

તા.૩૦-૦૯-૨૦૨૪ નેત્રંગ.

ભારતની ખ્યાતનામ સંસ્થા બીસીસીઆઈ સ્થાનીક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોન કક્ષાએ ઇન્ટરસ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે.દેશભરમાં પાંચ ઝોનની ટીમો વચ્ચે ઇન્ટરસ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ છે.આ સમગ્ર ઈનીંગ દરમ્યાન વેસ્ટ ઝોનની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. આ ઈનીંગ દરમિયાન ઝગડીયા તાલુકાના નાનકડા બલેશ્વર ગામની યુવતી મુસ્કાન વસાવાના કિક્રેટની સરાહના કરતાં ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ ૧૦ માં પસંદગી પામી છે.

મુસ્કાન વસાવાના પિતા ચંદ્રકાન્ત વસાવાને ક્રિકેટ રમવાનો શોખ હતો.તેઓ ક્રિકેટ રમવા જતા ત્યારે તેમના દીકરો પવન અને દીકરીને સાથે લઈ જતા હતા.ત્યારથી જ મુસ્કાન વસાવાને અને પવનને પણ ક્રિકેટમાં રસ પડ્યો હતો. કિક્રેટ પ્રત્યેનો લગાવ જોઈને પિતાએ ૭ એકર ખેતરને ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધું હતું.ત્યારથી જ મુસ્કાનની ક્રિકેટની જર્ની ચાલુ થઇ હતી,અને ત્યારબાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશનમાંથી રમવાની શરૂઆત કરી હતી.

જેમાં ભરૂચ અને બરોડામાં જીસીએમાં કોચ અને નેપાળ,અફઘાનીસ્તાન જેવા ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા દેશોની ટીમના હેડ કોચ રહી ચુકેલા મુંબઈના ઉમેશ પટવાલ પાસેથી પણ કોચિંગ મેળવ્યું હતું.પોતાની પ્રતિભા બતાવી આદિવાસી દીકરીએ ઇન્ટરસ્ટેટની ઈનીંગની મેચમાં ફોર્મ જાળવી રાખી સાઉથ ઝોનમાં શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટરની યાદીમાં નામના મેળવી છે.હાલ સાઉથ ગુજરાતની ટીમમાં અમદાવાદ ખાતે રિલાયન્સ જીવન કપ ક્રિકેટ રમી રહી છે.

ઉલ્લેખનીય છે કે,બલેશ્વર સ્થિત ક્રિકેટનું મેદાન પર ગ્રામ્ય કક્ષાના યુવાનોની પ્રતિભા બહાર લાવવા માટે સીજન ટુર્નામેન્ટ પણ રમાડવામાં આવે છે.ગ્રામ્ય વિસ્તારના યુવાન પણ રમતગમત ક્ષેત્રે આગળ આવે તે માટે આ મેદાન તમામ લોકો માટે પ્રેક્ટિસ કરવા ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed