* નાયબ કલેક્ટરે તા.વિકાસ અધીકાર અને સરપંચ-તલાટીને લેખિત હુકમ કયૉ
* અત્યારસુધીમાં નેત્રંગમાં સૌથી મોટું દબાણ હટાવાની કડક કાયઁવાહીની શક્યતાઓ
તા.૨૯-૦૯-૨૦૨૪ નેત્રંગ.
ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગના બજારની ગણના થતી હોવાથી ગામે-ગામથી જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી અર્થ ગ્રામજનોની અવરજવર રહેતી હોય છે,અને નેત્રંગ ચારરસ્તા ઉપરથી અંબાજી-ઉમરગામ અને અંકલેશ્વર-બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતાં હોવાથી રાત-દિવસ વાહનવ્યવહાર ધમધમતો રહેતો હોવાથી નેત્રંગ ચારરસ્તા ઉપર સતત ભારે ટ્રાફિકજામ રહે છે.તેનું મુખ્ય કારણ નેત્રંગમાં ગેરકાયદેસર દબાણો છે.તેવા સંજોગોમાં નેશનલ હાઇવે ઓથોરીટી અને જવાબદાર વિભાગના અધિકારીઓએ નેત્રંગ ચારરસ્તાથી માંડવી રોડ ઉપર આવેલ ગ્રા.પંચાયત બાગ સુધી,નેત્રંગ ચારરસ્તાથી લાલમંટોડી સુધી,નેત્રંગ ચારરસ્તાથી કોસ્યાકોલાના નાળા સુધી,નેત્રંગ ચારરસ્તાથી ગેસ્ટહાઉસ સુધી અને નેત્રંગ ભાવના પાનથી ગ્રા.પંચાયત કચેરી સુધીના દબાણો હટાવામાં આવનાર છે.
ભરૂચ જીલ્લા સંકલન સમિતિની બેઠક બાદ ઝઘડીયા નાયબ કલેક્ટર નેત્રંગ ચારરસ્તાની આજુબાજુના વિસ્તારના ગેરકાયદેસર દબાણો હટાવા માટે નેત્રંગ તા.વિકાસ અધીકાર અધીકાર,સરપંચ અને તલાટીને લેખિત નોટીશ કરી બે-ત્રણ દિવસમાં આ બાબતૃ કચેરીમાં રીપોટઁ કરવા જણાવતા અને ગેરકાયદેસર દબાણો હટાવા માટે ગ્રામજનોને નોટીશ આપવામાં આવતા ખળભરાટ મચી જવા પામ્યો છે.આગામી ૫ ઓક્ટોબરની આસપાસ કામગીરી કરવામાં આવશે તેવી લોકવાયકા છે.ત્યારસુધીમાં નેત્રંગમાં સૌથી મોટું ગેરકાયદેસર દબાણ હટાવાની કડક કાયઁવાહીની થશે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
રાજ્ય સરકાર ગરીબોના કલ્યાણનું હિત વિચારી રહી છે, પરંતુ ખરેખર ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓનું કલ્યાણ થાય છે ખરું એ વિચારવાલાયક પ્રશ્ન છે, નેત્રંગ તાલુકામાં 13મા તબક્કાની કિટ હજુ આદર્શ નિવાસી શાળામાં ધૂળ ખાઈ રહી છે, ત્યારે 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઈ ગયો
* નેત્રંગમાં ગમે તેમ ઠલવાતા કચરાથી સ્થાનિક રહીશોમાં આક્રોશ * કચરાના નિકાલ માટે ગ્રા.પંચાયતના સતાધીશોએ રણનીતિ બનાવી જરૂરી
જૂનાગઢ માં આગામી નવરાત્રી અને દશેરાના તહેવારને લઈને 25 જેટલા પાર્ટી પ્લોટના ગરબા આયોજકો સાથે જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ