October 2, 2024

*નિયમિત યોગથી હ્રદયરોગની બિમારી અટકાવી શકાય છેઃ*  અધિક નિવાસી કલેકટર શ્રી એન.આર.ધાંધલ

Share to

વિશ્વ હ્રદય દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ ખાતે હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઈ*

ભરૂચ – રવિવારઃ- ૨૯ સપ્ટેમ્બર વિશ્વ હ્રદય રોગ દિવસના દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાએ યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર કાર્યક્રમ ભરૂચ એસવીએમઆઈટી કોલેજ ખાતે યોજાયો હતો.
આ અવસરે મુખ્ય અતિથિ તરીકે અધિક નિવાસી કલેકટર શ્રી એન.આર.ધાંધલે યોગનું મહત્વ જણાવીને કહ્યું કે, આધુનિક યુગમાં હૃદય રોગની બીમારી વધી રહી છે ત્યારે દરરોજ યોગાસનો કરીને જીવન સ્વસ્થ રાખવાનો અનુરોધ કર્યો હતો.
આ અવસરે ડોક્ટરએ હૃદય રોગ વિશે માહિતી આપીને દરરોજ યોગથી રોગમુક્ત રહી શકાય તે અંગે સૌને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લાના પ્રતિનિધિઓ દ્વારા હૃદય રોગ માટે યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.
આ અવસરે SVMITના ટ્રસ્ટી જીવરાજભાઈ તેમજ જે. પી કોલેજના પ્રિન્સિપલ નીતિનભાઈ પટેલ, બ્રહ્માકુમારીના અમિતાબેન, GNFC ના સ્પોર્ટ એન્ડ ક્લબના પ્રેસિડેન્ટ પંકજભાઈ પુરોહિત અને વાઇસ પ્રેસિડેન્ટ રાકેશભાઈ પ્રજાપતિ અને મોટી સંખ્યામાં યોગ સાધકો હાજર રહ્યા હતા.


Share to

You may have missed