October 2, 2024

છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ફતેપુરા નર્સરી ખાતે  સંવેદ શિલ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ૧૮ મોટરસાયકલ ની લીલી ઝંડી આપી

Share to

છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ફતેપુરા નર્સરી ખાતે વનપાલ વન રક્ષક પેટ્રોલિંગ અને સંવેદ શિલ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ૧૮ મોટરસાયકલ ની લીલી ઝંડી આપી. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ફતેપુરા નર્સરી ખાતે છોટાઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા વન વિભાગના અધિકારીઓ વનપાલ અને વન રક્ષકને સધધ પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ માટે ૧૮ મોટરસાયકલ (બાઈક) આપીને લીલી ઝંડી આપી જિલ્લામાં અમુક એવા વિસ્તાર છે તે વિસ્તારમાં મોટા વાહનો જઈ શકતા નથી અને ગાંઠ જંગલોમાં પણ વન ખાતાના અધિકારીઓને ખૂણે ખૂણે જય શકતા નથી આ જંગલમાં વૃક્ષો ની પ્રકૃતિ બચાવવા માટે હવે નાઇટમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે ગતરોજ છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ફતેપુરા નર્સરી ખાતે છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા દ્વારા વન વિભાગ સ્ટાફ વનપાલ વન રક્ષક ને સતત પેટ્રોલિંગ અને સંવેદશીલ વિસ્તારમાં નાઇટના સમયે પેટ્રોલિંગ થાય તે માટે ૧૮ મોટરસાયકલ ( બાઈક) ને છોટાઉદેપુર કલેકટર અનિલ ધામેલીયા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું છોટાઉદેપુર સરક્ષક વીએમ દેસાઈ અને મદદ નીશ આર એફ ઓ રાઠવા નિરંજનભાઇ અને ફોરેસ્ટ ખાતાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર વન વિભાગ દ્વારા આ મોટરસાયકલ આપતા ફોરેસ્ટ ખાતાના અધિકારીઓમાં ખુશી જોવા મળી હતી.

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed