ગ્રામનિર્માણ કેળવણી મંડળ, થવા ખાતે યુ.પી.એલ. યુનિવર્સિટી , વટારીયા (અંક્લેશ્વર) દ્વારા એક એન.એસ.એસ. શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા દ્વારા તમામ શિબિરાર્થીઓને રહેવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. એન.એસ.એસ.ના શિબિરાર્થીઓ દ્વારા સમગ્ર કેમ્પસમાં અને આસપાસના ગામોમાં જુદી જુદી સામાજીક ,શૈક્ષણિક,સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હાથ ધરી સમાજ ઉપયોગી કાર્યો, પ્રવૃત્તિઓ રેલીઓ આયોજીત કરી હતી. તા. 17 /9 /2024 ના રોજ શિબિર ખૂલ્લો મુકવામાં આવ્યો હતો જે પ્રસંગે UPL યુનિવર્સિટીના provost ,હોદ્દેદારો અને ગ્રામ નિર્માણ કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી રાજેન્દ્રસિંહ માંગરોલા શ્રી માનસિંહ માંગરોલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તા. 17 થી 23 સુધી કાર્યરત આ શિબિરમાં અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. તા. 23 ના રોજ એનએસએસ શિબિરની પૂર્ણાહુતિ પ્રસંગે વટારીયા યુપીએલ યુનિવર્સિટીના ડીન, રજીસ્ટ્રાર પણ ઉપસ્થિત રહ્યા હતા. યુપીએલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ.શ્રીકાંત વાઘના માર્ગદર્શન અને એન.એસ. એસ શિબિરના ઓર્ગેનાઇઝર પારસભાઈ જૈન દ્વારા સમગ્ર કેમ્પનું આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું..
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.