October 17, 2024

જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા, ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી દ્વારા શ્રી કે.જે.પોલીટેકનીક કોલેજ ભરૂચ ખાતે ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કર્યું*

Share to

ભરૂચ – મંગળવાર- સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ ધ્વારા માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસના શુભ અવસરે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત શ્રી કે.જે.પોલીટેકનીક કોલેજ, ભરૂચ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણનો વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આજના સમયમાં વૃક્ષોની તાતી જરૂરિયાત, પર્યાવરણની સમતુલા જાળવવા તેમજ પ્રદૂષણના દુષણને નાથવાના સાથે પોતાનું પ્રિયજન માતાની યાદમાં એક પેડ મા કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તે અભિયાન હેઠળ વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવા સુખદ હેતુ સાથે ભરૂચ શ્રી કે. જે. પોલીટેકનીક કોલેજ ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં મહાનુભાવોના હસ્તે તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અને વનવિભાગના કર્મચારીઓ દ્વારા પટાંગણમાં ૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વૃક્ષરથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, ભરૂચ ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રી, અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર.ધાધલ, નાયબ વન સંરક્ષકશ્રી, મદદનીશ વન સંરક્ષકશ્રી, કોલેજના વિદ્યાર્થીઓ સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.


Share to

You may have missed