October 17, 2024

*ભરૂચ નગરપાલિકા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા અને ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રીની હાજરીમાં નગરપાલિકાનો સેવા સેતુનો શુભારંભ કરાયો*

Share to

*

સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શકતા સાથે વ્યક્તિલક્ષી પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય તેવા અભિગમ સાથે સેવા સેતુનો જિલ્લામાં આરંભ*
****
*પાલેજ ખાતે તાલુકાકક્ષાના સેવાસેતુ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી*
*****
ભરૂચ- મંગળવાર- તારીખ ૧૭ સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં સેવા સેતુનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ તાલુકા કક્ષાએ તેમજ નગરપાલિકા કક્ષાએ આયોજિત વિવિધ કાર્યક્રમો અન્વયે ભરૂચમાં નગરપાલિકા ખાતે ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રી અને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાની હાજરીમાં સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે ભરૂચ તાલુકાકક્ષાનો પાલેજ ખાતે ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયાની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શકતા સાથે વ્યક્તિલક્ષી પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય તેવા ઉમદા અભિગમ સાથે સેવા સેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. ત્યારે આજરોજ ભરૂચ નગરપાલિકાના પટાંગણમાં વોર્ડ નંબર ૧,૨,૩,૪,૯,૧૦ નો દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ ભરૂચ જિલ્લાના પાલેજ કલસ્ટરમાં તાલુકા કક્ષાનો લોકોને જરૂરી સરકારી ૫૫ જેટલી સેવાઓ ઘર આંગણે પહોંચાડવાના અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ વેળાએ, ભરૂચના ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, લોક પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થઈ જાય અને લોકોને ક્યાંય ધક્કા ન ખાવા પડે તે માટે સરકારશ્રી દ્વારા આ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરાવ્યો છે જેનો લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લેવો જોઈએ.
અત્રે ઉલેખનિય છે કે, ભરૂચ નગરપાલિકાના પટાંગણમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ભરૂચ જિલ્લાના પાલેજ કલસ્ટર ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમની પણ મુલાકાત કરી હતી.
આ પ્રસંગે, પાલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના અધિકારીશ્રી યોગેશ કાપસે, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ વિભૂતિબા યાદવ, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, પ્રાંત અધિકારીશ્રી, ચિફ ઓફીસરશ્રી, ભરૂચ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ભરૂચ નગર પાલીકા અને પાલેજ ક્લસ્ટર હેઠળના વિવિધ ગામના ગ્રામજનો તેમજ લોકોને વિવિધ સેવાઓ આવેલા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed