October 12, 2024

NKF, PEFI, ARSF અને  સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા કરાટે ક્ષેત્રે નવીન ક્રાંતિ.

Share to

NKF વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૪ માં PEFI, ARSF, સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન અને પિનાક સ્પોર્ટ્સના સહયોગથી ગુજરાત માં કરાટે ક્ષેત્રે નવીન ક્રાંતિનો પ્રયાસ.

ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર ખાતે પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની કરાટે સ્પર્ધા NKF (નેશનલ કરાટે ફેડરેશન), PEFI (ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા), ARSF (અર્જુનસિંહ રાણા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન) અને સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન ના સહયોગથી આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ સાથે રાજકોટના નવનિર્મિત SAG ઇન્ડોર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તારીખ ૧૫ ના રોજ વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૪ યોજવામાં આવી હતી.
આ પ્રસંગે મહેમાનશ્રી લોકસભા સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલા , રાજ્યસભા સાંસદ શ્રી રામભાઈ મોકરીયા , ધારાસભ્ય શ્રી ડૉ. દર્શીતાબેન શાહ, પ્રો.ડૉ.અર્જુનસિંહ રાણા (અધ્યક્ષ-PEFI,ગુજરાત) સૌરાષ્ટ્ર ઝોન મીડિયા પ્રભારી શ્રી મુકેશ બુંદેલા,શ્રીમતી સ્નેહલ બ્રહ્મભટ્ટ (પ્રેસિડેન્ટ-NKF, ગુજરાત) શ્રીમતી ચિલ્કા જૈન (વાઇસ પ્રેસિડેન્ટ-NKF,ગુજરાત),
શ્રી ઈશ્વર થાપા (વર્કિંગ પ્રેસિડેન્ટ-NKF, India), શ્રી મનોજ મિશ્રા (જનરલ સેક્રેટરી-NKF, India),ડૉ.નેહલ શુક્લ, ડૉ. માધવ દવે – શહેર મહામંત્રી ભાજપ, શ્રી દુષ્યંતસિંહ ઝાલા (સેક્રેટરી-NKF,ગુજરાત), ડૉ.આકાશ ગોહિલ (સેક્રેટરી-PEFI, ગુજરાત) તેમજ નામની અનામી વિશેષ અતિથિઓની ખાસ ઉપસ્થિતિ રહી હતી અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
સ્પર્ધામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દીવ, દમન અને ગોવાના કુલ ૫૦૦ થી પણ વધુ કરાટે ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધાને સફળ બનાવવામાં પીનાર્ક સ્પોર્ટ્સ પ્રા.લી. અને લાયન્સ કરાટે ક્લબ નો અગત્યનો ફાળો હતો અને આંતર રાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
આ સ્પર્ધાના ઉપલક્ષે ARSF, PEFI અને NKF ના પદાધીકારીઓ નું પ્રતિનિધિ મંડળ પ્રો. ડૉ. અર્જુનસિંહ રાણા સાહેબના અધ્યક્ષ સ્થાને ભારત સરકારના રમતગમત મંત્રીશ્રી માનનીય શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબની વિશેષ મુલાકાત લઈ મોમેન્ટો અને ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવેલ તેમજ ARSF, PEFI અને NKF દ્વારા કરવામાં આવતી રમતગમત ક્ષેત્રની કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. આ તકે માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા એ વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપના તમામ ખેલાડીઓ અને આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સ્પર્ધામાં ટેકનિકલ સેવાઓ શ્રી વિજય ભટ્ટ, શ્રી નિતેશ મકવાણા, શ્રી ચિરાગ શાહ, રોબિન કાસુન્દ્રા, સચિન ચૌહાણ, ઉમાકાંત સેનાપતિ, સરફરાજ ખાન નોઇડા તેમજ અન્ય તજજ્ઞ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
સ્પર્ધાની અંતે વિજેતા ખેલાડીઓને મેડલ અને મેરીટ સર્ટિફિકેટ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.


Share to