November 21, 2024

મોટામિયાં માંગરોલની ગાદી ખાતે તેમજ પાલેજ મુકામે ઇદે મિલાદની ભવ્ય ઉજવણી.

Share to

મોટામિયા માંગરોલ

ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રેમ,માનવતા, શાંતિ અને સૌહાર્દનો માહોલ સર્જાય એ માટે વિશેષ દુઆ કરાઇ

ડો. મતાઉદીન ચિશ્તી દ્વારા ઉપસ્થિત માનવમેદનીને પયગંબર સાહેબના માનવતાના બોધને પોતાના જીવનમા ગ્રહણ કરવા હાકલ કરાઇ હતી.

મોટામિયાં માંગરોલ : મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી ખાનવાદા-એ-ચિશ્તીયા ફરીદીયા સાબિરીયા દરગાહ શરીફ (ચિશ્તીયા નગર) મોટામિયાં માંગરોલ દરગાહ કંપાઉન્ડમા મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્ર – અનુગામી ડો. મતાઉદીન ચિશ્તીની, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી તથા બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તીની વિશેષ ઉપસ્થિતિમાં પયગંબર સાહેબના પવિત્ર મુએ (બાલ) મુબારકની ઝિયારત અકીદતમંદોએ કરી તેમજ કોમી એકતા અને ભાઇચારા માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી.
આ ઉપરાંત પાલેજ મોટામિયાં બાવાની દરગાહ ખાતે ઈદે મિલાદ તહેવાર નિમિત્તે પયગમ્બર સાહેબના પવિત્ર બાલ (મુએ )મુબારક ની ઝિયારત કરાવવામાં આવેલ હતી,સલાતો સલામ પઢવામાં આવેલ, ફાતેહા ખાની કરવામાં આવેલ તેમજ દુઆ કરવામાં આવેલ જેમાં ખૂબ મોટી સંખ્યામાં અકીદત મંદો, ભગત ભાઈઓ હાજર રહ્યા હતા, આ પ્રસંગે મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદીન ચિશ્તી સાહેબ તથા તેઓના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડો. મતાઉદ્દીન ચિશ્તી દ્વારા ઉપસ્થિત માનવમેદનીને પયગંબર સાહેબના જીવનબોધને પોતાના જીવનમા અપનાવવા હાકલ કરી હતી ઉપરાંત ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રેમ,માનવતા, શાંતિ અને સૌહાર્દનો માહેલ સર્જાયએ માટે વિશેષ અભ્યર્થના કરાઇ હતી.


Share to

You may have missed