November 21, 2024

ભરૂચ જિલ્લામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ જે.બી.મોદી પાર્કની બાજુમાં આવેલા ત્રિમૂર્તિ હોલ ખાતેથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪નો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરાયો*

Share to

નભાગીદારી સાથે ભરૂચ જિલ્લાને સ્વચ્છ બનાવીયે- જિલ્લા કલેક્ટરશ્રી

*સ્વચ્છતા હી સેવા અભિયાનના પ્રારંભે પવિત્ર જળકુંડની પૂજા કરી ગણપતીની પ્રતિમાનું વિર્સજન કરાયું,*

ભરૂચ – મંગળવાર – સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશની કામગીરીના ભાગરૂપે સ્વચ્છતા બાબતે જનજાગૃતિ ફેલાવવા અને નાગરિકોને ભાગીદારી વધારવા અને લોકોમાં સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતાના સૂત્રને કાયમી ધોરણે ટકાવી રાખવાના હેતુથી આજે તા.૧૭ મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ સમગ્ર રાજયમાં શરૂ થઇ રહયો છે. જેને અનુસંધાને ભરૂચ જિલ્લામાં ભરૂચ ખાતે સ્પોર્ટસ કોમ્પલેક્ષ, જે.બી.મોદી પાર્કની બાજુમાં ત્રિમૂર્તિ હોલ પાસે, સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪નો ભરૂચના ધારાસભ્યશ્રી રમેશભાઇ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાનેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી રમેશભાઇ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિએ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલી આપવાના હેતુ સાથે સમગ્ર ભારતમાં સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે જનભાગીદારી દ્નારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે.
ધારાસભ્યશ્રીએ આ પ્રસંગે લોકોને સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સક્રીયતાથી જોડાઇને ઘર, ફળીયું, ગામ, શહેરને સ્વચ્છ બનાવવા તથા વૃક્ષારોપણ કરીને તેનો ૧૦૦ ટકા ઉછેર કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સૌ પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓએ સફાઇ અભિયાનમાં જોડાયા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા અને મહાનુભાવોના હસ્તે સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાના સૂત્રને સાર્થક કરતા પવિત્ર જળકુંડની પૂજા-અર્ચના કરી ગણપતીનું વિર્સજન કરી ભરૂચ શહેરના લોકોને પવિત્ર જળકુંડમાં જ ગણપતીનું વિસર્જન કરી, સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતાના સૂત્રને કાયમી ધોરણે ટકાવી રાખવા અનુરોધ તેમણે કર્યો હતો. તેમણે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત જનભાગીદારી સાથે ભરૂચ જિલ્લાને સ્વચ્છ બનાવી નેમ વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં શ્રેયા ફાઉન્ડેશન દ્નારા સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતાના સૂત્રને સાર્થક કરતું રસપ્રદ નાટકની પ્રસ્તૃતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વેસ્ટ સેગ્રીગેશન અને કોમ્પોસ્ટિંગ સ્ટોલનું ઉદધાટન કર્યું હતું. અને કાર્યક્રમને અંતે તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આજના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના અધિકારીશ્રી યોગેશ કાપસે, અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.આર.ધાધલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ વિભૂતિબા યાદવ અને ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કૌશિકભાઇ પટેલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી નૈતિકા પટેલ, તેમજ ચિફ ઓફીસરશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી પદાધિકારીઓ અને અધિકારીઓની અને મોટી સંખ્યામાં નગરજનો હાજરીમાં શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.


Share to

You may have missed