September 4, 2024

*ભારે વરસાદના કારણે વાલીયા, નેત્રંગ અને ઝઘડીયા તાલુકાના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ ઓવરટોપીંગના કારણે બંધ કરાયા*

Share to

ભરૂચ – મંગળવાર- ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ ઓવરટોપીંગ અને તકેદારીના ભાગરૂપે બંધ કરાયા છે. જે મુજબ વાલીયા તાલુકામાં આવેલા વાલીયા વાડી – રોડ, જ્યારે વાલીયા – દેસાડ- સોડગામ-ગુંદીયા રોડ ઓવર ટોપીંગના કારણે બંધ કરવામાં આવ્યા છે.
લોકો અન્ય રસ્તાઓનો ઉપયોગ કરી શકશે તેના વિકલ્પ રીતે ભારે વાહનો આ રોડ માટે સમાંતર આવેલ વાલિયાથી નેત્રંગ થી ચાસવડ- કવચીયા થઈ વાડી તરફ અને નાના વાહનોને હયાત મેજર બ્રિજ ઉપરથી ડાયવર્ટ કરવામાં આવેલ છે. જ્યારે વાલીયા – દેસાડ- સોડગામ-ગુંદીયા –પેટીયા- મૌઝા રોડને બંધ કરવામાં આવતા વૈકલ્પિક રસ્તાઓનો નાના વાહનોને દેસાડથી કરસાદ- પણસોલી – લુણા થઈ સોડગામ તરફ ડાયવર્ટ કરવામાં આવે છે. તેમ આર.એન.બી. વિભાગ દ્નારા જણાવવામાં આવ્યું છે
જ્યારે ઝગડીયા તાલુકાના બોરજાઇ એપ્રોચ રોડ, વલીથી કોલીયાપાડા, વાસણા ભગત ફળિયું, ખરચી માંડવા રોડ, વાલીયા તાલુકામાં પઠાર ઝોખલા રોડ, પઠાર – વસાવા ફળીયા રોડ, શિનાડા એપ્રોચ રોડ, ગાંધુથી ડણસોલી રોડ, ડરણસોલી થી લીમડી ફળીયા રોડ, વાલીયા તુણા રોડ, કોયલીવાવ થી પ્રાથમિક શાળા રોડ, ભરાડી થી પાતલ રોડ, ઉમરખડા એપ્રોચ રોડ અને નેત્રંગ તાલુકાના કાંટીપાડા- ટીમલા – શણકોઈ રોડ, સેવડ ગુંદીયા રોડ, કરા- ઘોડા -રોડ,લાલ મંટોડીથી ઝરણા- શણકોઈને જોડતો ભારે વરસાદના કારણે ઓવર ટોપીંગ થવાથી સદર રસ્તો બંધઓ બંધ કરવામાં આવેલા છે.


Share to

You may have missed