DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ નેત્રંગમાં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી.

Share to



તા..૦૪-૦૯-૨૦૨૧ નેત્રંગ,

સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ નેત્રંગમાં એન.એસ.એસ. વિભાગ દ્વારા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ નિમિતે શિક્ષક દિવસ ની તા. 4/09/2021ના રોજ ખુબજ ધૂમધામ થી ઉજવણી કરવામાં આવેલ હતી. કાર્યક્રમમાં એફવાય, એસ.વાય, તી.વાય, બી. એ. બી.કોમ ના મળી ને કુલ 70 જેટલા વિદ્યાર્થીઓએ અધ્યાપક બનીને શિક્ષણ કાર્ય કરેલ હતું. દિવસના અંતે કોલેજના આચાર્યશ્રી ડો. જી. આર. પરમાર સાહેબે વિદ્યાર્થીઓને શિક્ષકની મહીમા અંગે માર્ગદર્શન આપેલ હતું. ત્યારબાદ ડૉ. મહેશ ગઢીયા (આ.પ્રોફેસર અને હેડ સમાજશાસ્ત્ર વિભાગ) એ વિદ્યાર્થીઓને શિક્ષક દિવસની શુભકામના પાઠવી હતી. ત્યારબાદ 17 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના શ્રેષ્ઠ શિક્ષક વિશે, શિક્ષક બન્યા પોતાના અનુભવો વિશે, તથા શિક્ષક વિશે કવિતા રજૂ કરેલ હતી.
કાર્યક્રમની આભાર વિધિ ડો. જયશ્રીબેન દેસાઈ(એન.એસ.એસ. કો ઓર્ડીનેટર) એ કરેલ હતી. કાર્યક્રમનું સંચાલન પ્રા.હીનાબેન વસાવા (પ્રા. સમાજશાસ્ત્ર વિભાગ) એ કરેલ હતું.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ,


Share to

You may have missed