* દ.ગુજરાતમાં સુગર મંડળીની ચુંટણીનો મામલો : રાજકારણ ગરમાયું
* ખેડુત આગેવાનોએ કેવીયેટ દાખલ કરીને ખેડુતો અને સુગર મંડળીઓનો પક્ષ સાંભરવા દાવો રજુ કયૉ
તા.૦૩-૦૯-૨૦૨૧ નેત્રંગ.
નિઁદીષ્ટ સહકારી ખાંડ મંડળીઓને પ્રાથમિક સહકારી મંડળીઓમાં ફેરવવાના ગુજરાત સરકારના સહકાર વિભાગના કાયદા સુધારાઓને કલમ-૭૪ (સી)ને રદ્દ કરવાના સુધારાને ગુજરાત હાઇકોર્ટ ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણીને સુગર મંડળીઓ અને ખેડુતોના પક્ષમાં ચુકાદો આપતા રાજ્ય સરકારની હાલત ફકોડી થઈ ગઇ હતી.ગુજરાત સરકાર હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારે તે પહેલા ભાજપના રાજ્યસભાના પુવઁ સાંસદ કનકસિંહ માંગરોલાના પુત્ર વિક્રમસિંહ માંગરોલા અને અતુલ પટેલે સુપ્રીમ કોર્ટ પ્રોવીઝનલ અપ્લીકેશન કેવીયેટ દાખલ કરતાં સુપ્રીમ કોર્ટ આ કેવીયેટ સ્વીકારી હતી.સુપ્રીમમાં કેવીયેટ દાખલ કરનાર અરજદારોની માંગ છે કે,ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારે તો એકતરફી સુનાવણી કરવાના બદલે સુગર મંડળીઓ અને ખેડુતોનો પક્ષ પણ સુપ્રીમ કોર્ટ સાંભળે.આ દલીલને સુપ્રીમ કોર્ટ સ્વીકારી લીધી છે.જેના પડધા તમામ દ.ગુજરાતની સુગર મંડળીઓ,ખેડુત સભાસદો અને રાજ્ય સરકારમાં પડ્યા હતા.
દ.ગુજરાત સહકારીક્ષેત્રની ૧૩ ખાંડ મિલો ૫૭૦૦૦ ટન પ્રતિ દિન શેરડીનું પીલાણ કરવાની ક્ષમતા ધરાવે છે.લગભગ ૪૦૦૦ કરોડનું વાષિઁક ટન ઓવર છે.૫ લાખ ખેડુતો ૧.૨૫ લાખ હેક્ટર જમીનમાં શેરડી પકવે છે.સહકારી ખાંડ મિલો ૯૦ લાખ ક્વિન્ટલ ખાંડ વષઁ ઉત્પન્ન કરે છે.આ તમામ શેરડી ઉત્પાદકો અને ખાંડ બનાવવા વેચવા માટે વષૉથી નિઁદીષ્ટ સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવી છે.જેના વિકાસમાં રાજ્ય સરકારનો પણ સિંહફાળો રહ્યો હતો.
બોક્સ :- શું છે ગુજરાત હાઇકૉટનો ચુકાદો ?
સુધારણા અધિનિયમ તરફી રાજ્ય સરકાર ધ્વારા બિનજરૂરી અને નિથઁક દલીલ રજુ કરવામાં આવી હતી.જે મુજબ જે-તે જીલ્લા કલેકટરો સરકારી કાયવાહીઓમાં અત્યંત વ્યસ્ત હોય અને કામનું ભારણ વધુ રહેતું હોય,કલેક્ટર જેવી અતિવિશિષ્ટ પદધારીત વ્યક્તિને ખાંડ સહકારી મંડળીઓની ચૂંટણીમાંથી મુક્ત કરી શકાય અને જેથી કરીને વિશિષ્ટ અધિકારી સરકારી કામોમાં ધ્યાન આપી શકે.આ તમામ દલીલોને ગુજરાત હાઇકોર્ટ ધ્યાનમાં રાખી ચુકાદો આપેલ છે કે,રાજ્ય સરકાર ધ્વારા સુધારણ અધિનિયમ ગેરબંધારણીર અને જોહુકમી છે.સહકાર કાયદાને સુસંગત નથી તેવું સ્પષ્ટ જણાઇ આવે છે.લોકશાહી અને ન્યાયિક પદ્ધતિથી ચુંટણી યોજવી પડકારરૂપ છે.જેથી કરીને સુધારણ અધિનિયમ રદ્દ કરેલ છે.હાઇકોર્ટના ઐતિહાસિક ચુકાદાથી રાજ્યમાં યોજાતી તમામ ખાંડ સહકારી મંડળીઓને નિઁદીષ્ટ મંડળીઓ મુજબ ચુંટણી યોજવાની રહેશે.તમામ ચુંટણી પ્રક્રિયા સીધા જીલ્લા કલેકટરના માગઁદશઁન અને દેખરેખ હેઠળ યોજવામાં આવશે.આ ચુકાદાથી ન્યાયીક ચુંટણીઓ પ્રક્રિયા શક્ય બનશે,અને સભાસદોનું હિત જળવાઈ રહેશે.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ,
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો