DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

વાલિયા તાલુકાના વડ ફળીયા ગામે યુવતીને એસિડ ગટગટાવી આપઘાત કરતા પ્રેમી સહિત બે ઈસમો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

Share to



વાલિયા તાલુકાના વડ ફળીયા ગામના જબૂગામમાં રહેતી 22 વર્ષીય યુવતી અંજનાબેન અરવિંદભાઈ વસાવા ગત તારીખ-27મી માર્ચના રોજ રાતે 10 કલાકે ઘરે હતી.તે દરમિયાન કોઈ વ્યક્તિનો ફોન આવતા તે વાતચીત કરતી હતી.જે બાદ થોડીવારમાં અચાનક દોડી હાથમાં લોટો લઈ ઘરના બાથરૂમ ગઈ હતી.અંદર રહેલ એસિડ લોટા નાખી અડધો લોટા જેટલું એસિડ પી ગઈ હતી.જે બાદ તેણીને ઉલટી અને ગભરામણ થતા તેણે બુમરાણ બચાવતા પરિવારજનોએ પ્રથમ ખાનગી વાહનમાં વાલિયા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં તેણીનું ટૂંકી સારવાર દરમિયાન 28મી માર્ચના રોજ 11:30 કલાકે કરુણ મોત નીપજ્યું હતું.

જે યુવતીના હાથમાં સ્યુસાઇડ નોટ મળી આવી હતી.જેમાં કદવાલી ગામના અવિનાશ વસાવાએ યુવતી અને તેના માતાપિતા માર મારવા સાથે તું મરી કેમ નથી જતી તેવી ધમકી આપી હતી.જ્યારે પ્રેમી નરેશ નામના ઇસમે તું મરી કેમ નથી જતી તને છોડી દેવાની વાત કરી યુવતીને આત્મહત્યા કરવા મજબુર કરી હતી.બનાવ અંગે વાલિયા પોલીસે પ્રેમી સહિત બે ઈસમો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed