September 3, 2024

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા ડેહલી ગામમાં વરસાદી અને નદીના પાણી ભરાતા ધારાસભ્ય ચૈતર વસાવા એ મુલાકાત લીધી.

Share to

ધારાસભ્ય ચૈતર વસાવા એ ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી,એસ ડી એમ,ટી ડી ઓ સહિતના અધિકારીઓ સાથે વાત કરી .

સ્થાનિક લોકોને સાવચેતના ભાગરૂપે ધારાસભ્ય ચૈતર વસાવા સુચન કર્યા.

ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદ થી કાચા ઘરો ઘરવખરી અને ખેતી પાકો ને થયેલ નુકશાનીનું સર્વે કરી સહાય ચુકવવાની માંગ કરી.

ગામના એક ફળિયાની બંને બાજુ થી નદીના પાણી ફરી વળતા ગઈ કાલથી જ અવરજવર બંદ છે જ્યાં 70 જેટલા લોકો રહે છે.

હાલ સ્થાનિક પ્રશાસન અને પદાધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.


Share to

You may have missed