September 3, 2024

વાલીયા તથા બાંડાબેડા ગામની સીમમા આવેલ સોલાર પ્લાન્ટમાંથી થયેલ કેબલ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી કેબલ ચોરીની ગેંગને ઝડપી પાડતી વાલીયા પોલીસ

Share to

-વાલીયા તથા બોડાબેડા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરનાર ચોર ઇસમો ચોરીનો મુણમાલ પોતાની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં. GJ-16-DM-2805 તથા RIS મો.સા. નં GJ-16-DB-4672 ઉપર લઈને વેચવા માટે પણસોલી ગામ તરફથી વાલીયા તરફ જઈ રહ્યા છે.” જે મુજબની બાતમી આધારે વાલીયા, કનેરાવ ત્રણ રસ્તા પાસે વોચ તપાસમા હતા તે દરમ્યાન બાતમીવાળી બન્ને મો.સા. આવતા તેઓને કોર્ડન કરી પકડી લઈ તેઓ પાસેના પ્લાસ્ટીકના થેલામા તપાસ કરતા કેબલ વાયરના અર્ધ બળેલ ટુકડા તથા કેબલ વાયરમાંથી કાઢેલ કોપર મળી આવેલ જેથી પકડાયેલ ઇસમોને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવી ચોરી બાબતે ઉડાણ પૂર્વક તેમજ યુક્તિ પ્રયુક્તિથી ધનિષ્ઠ અને સપન પુછપરછ કરતા ભાંગી પડેલ અને ચોરીનો ગુનો કર્યાની કબુલાત કરેલ સુંદર ઇસમોને હયગત કરી કેબલ કટીંગ કરવા માટે વાપરેલ કટર તથા ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમા લીધેલ બે મો.સા. તથા કેબલ વાયરમાંથી કાઢેલ ૪૦ કિલોગ્રામ કોપર કબ્જે કરી કુલ કિં.રૂ ૨,૦૦,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ગુનાની તપાસ માટે આગળની કાયદેસરની કાર્યવાહી કરી તજવીજ હાથ ધરવામાં આવેલ છે.


Share to

You may have missed