નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ભરૂચમાં માર્ગ-મકાન વિભાગ રાજ્ય દ્વારા ખડેપગે રહીને સમારકામની અવિરત કામગીરી
ભારે વરસાદને લીધે ક્ષતિગ્રસ્ત થયેલા જિલ્લાના નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, મેટલવર્કની કામગીરી ચાર દીવસથી પૂરપાટ વેગે આગળ વધી રહી છે ભરૂચ- સોમવાર – વરસાદને પગલે ભરૂચ જિલ્લાના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા, રસ્તાઓનું રિપેરિંગ વરસાદના વિરામ બાદ છેલ્લા ચાર દીવસથી ચાલુ કરી દેવામાં આવ્યું છે. ક્ષતિગ્રસ્ત થયેલા રોડ- રસ્તાઓને તત્કાલ અસરથી પૂર્વવત કરવા માટે માર્ગ મકાન રાજ્ય વિભાગ દ્વારા ખડેપગે રહીને કામગીરી કરવામાં આવી રહી છે.
વરસાદના કારણે નુકસાનગ્રસ્ત રસ્તાઓને લીધે નાગરિકોને મુશ્કેલી ભોગવવી ન પડે, તે માટે વરસાદ બંધ થતાં ભરૂચ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, મેટલવર્ક કરવાની કામગીરી છેલ્લા ચાર દિવસથી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના કુલ ૧૦૪ રસ્તાઓ પૈકી ૩૬ જેટલા રસ્તાને નુકસાન પહોંચ્યું હતું. જે રસ્તાઓ ઉપર પાણીનો ભરાવો થયો હોય, તેનો નિકાલ કરી રસ્તાઓને ખુલ્લા કરવા માટે અને ઝડપથી રસ્તાઓમાં મેટલ કામ કરવા, પેચ કામ કરવા, રસ્તા પર આવતા ઝાડી ઝાંખરા દૂર કરવા સહિતની કામગીરી કરી મોટરેબલ બનાવવાની કામગીરી હાલ પૂરપાટ વેગે ચાલી રહી છે.
ચોમાસાની ઋતુમાં ભરૂચ જિલ્લામાં પડેલા સાર્વત્રિક ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય ) હસ્તકના કુલ ૧૦૪ પૈકી ૩૬ જેટલા રસ્તાઓને તેમજ ડૂબાવ કોઝવે/નાળાના એપ્રોચ સ્લેબ/વેરીંગ કોટને નુકશાન થયું હતું. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા ૧૦-૧૦ ટીમો બનાવીને નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીઓ, મદદનીશ ઈજનેરશ્રીઓને ફરજ સોંપવામાં આવી છે. જેને મકાન વિભાગ, ભરૂચના તાબા હેઠળની પેટા વિભાગીય કચેરીઓના અધિકારી / કર્મચારીઓ દ્વારા સતત સ્થળ મુલાકાત કરી અંદાજિત ૭ થી વધુ જે.સી.બી., ૧૦ થી વધુ ડમ્પર /ટ્રેકટર, રોલર તથા અન્ય મશીનરીઓ અને ૨૨૪ જેટલા લેબરો દ્વારા દૈનિક ધોરણે મેટલ /ગ્રેડર / રોલર / લોડર/જી.સી.બી/વેટમિક્સ વિગેરે જેવા સાધનોથી મેટલ પેચ વર્કની કામગીરી કરીને રસ્તાને વાહન વ્યવહાર માટે ટ્રાફિકેબલ બનાવાયા અને હાલ પણ પેચ વર્કની કામગીરી નિયમિત ધોરણે ચાલુ છે.
વધુમાં,, ભરૂચ જિલ્લામાં ભરૂચ શુક્લતિર્થ ઝનોર રોડ, દેરોલ –વાગરા –ગંધાર, વાગરા સારન સાયખા, કરેણા- દોરા-સમની-વાગરા- રોડ, અંક્લેશ્વર વાલીયા, અંક્લેશ્વરથી રાજપીપલા, સાયખા – વેરસમ વિલાયત, ભરૂચથી દહેજ (જીએસઆરડીસી), રાજપારડી થી નેત્રંગ, ઈલાવ – સાહોલ કોસંબા વગેરે માર્ગોમાં મેટલકામ, પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી સહિતના માર્ગોની મરામત કરી જનજીવન પૂર્વવત કરવામાં આવી રહ્યું છે. હાલ માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા ૪૨.૦૦ કિ.મીના નાના-મોટા રસ્તાઓને મોટરેબલ બનાવાયા છે. બાકીના ૪૪.૫૦ કિમી પેચ વર્કની રસ્તાઓ પર કામગીરી પૂરજોશમાં ક્રમશ પૂર્ણ કરવામાં આવશે. રાજ્ય માર્ગ મકાન રાજ્ય વિભાગ હસ્તકના માર્ગમાં આવતું કોઈપણ ગામ હાલ સંપર્ક વિહોણું નથી. તે સાથે વૈકલ્પિક રસ્તાઓ પણ નાગરિકો માટે ઉપલબ્ધ છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસથી યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. જિલ્લાના તમામ નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, મેટલવર્કની કામગીરી આગામી દિવસોમાં પૂર્ણ કરી દેવાશે,અને રિ-સરફેસિંગના કામો વરસાદ બંધ થતા ચાલુ કરવામાં આવશે. તેમ જિલ્લાના કાર્યપાલક ઈજનેર એ. વી.વસાવાએ જણાવ્યું હતું.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.