November 21, 2024

* નેત્રંગ તાલુકાના વરખડી ગામે ભારે વરસાદથી નાળાનું ધોવાણ * ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપી નિમૉણની માંગ કરી

Share to

* ચાર માસ પહેલા જ બનેલ નાળાનું ધોવાણ થતાં ભ્રષ્ટાચારની આશંકા


તા.૨૮-૦૮-૨૦૨૪ નેત્રંગ.

નેત્રંગ તાલુકાના વરખડી ગામે સ્મશાન જવાના રસ્તા ઉપરથી પસાર થતાં કોતર ઉપર ૪ માસ પહેલા નાળાનું નિમૉણ કરવામાં આવ્યું હતું.નેત્રંગ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધોધમાર વરસાદના પગલે નદી-નાળા,તળાવ અને જળાશયોમાં ધોડાપુર આવતા ઠેર-ઠેર નાળાનું ધોવાણ થયું હતું.જેમાં વરખડી ગામે બનાવેલ નાળાનું પહેલા વરસાદમાં જ ધોવાણ થતાં હલકીકક્ષાના માલ-સામાનનો ઉપયોગ અને ભ્રષ્ટાચાર આચાર્યના આક્ષેપ સાથે વરખડી ગ્રામજનોએ નેત્રંગ મામલતદાર અને તાલુકા વિકાસ અધીકારને આવેદનપત્ર આપા નવા નાળાની નિમૉણની માંગ કરી હતી.વરખડી ગામે નાળાનું ધોવાણ થતાં ગ્રામજનોએ મૃતદેહ અંતિમક્રિયા માટે સ્મશાને લઇ જવું,ગૌચરની જમીનમાં ઢોર-ઢાકરને ચરાવવા અને ખેતમજુરને ખેતરમાં કામ અથઁ જવા ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.


*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed