*લોકેશન.ભુજ*
*શ્રી કચ્છ જીલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા ના કાયમી દાતા,માતૃશ્રી ડાઈબાઈ છગનલાલ જોઇશર પરિવાર ,મુંબઈ ગોધરા અને એક અનામી દાતા “ સબકા મંગલ હો “ના સહયોગથી સમગ્ર કાર્યકર્મનું આયોજન થયેલ.*
*કે.સી.આર.સી. અંધજન મંડળ ભુજના નિષ્ઠાવાન મેનેજર શ્રી અરવિંદસિંહ ગોહિલ સાહેબએ સમગ્ર કાર્યક્રમની વિગતો આપી કે, અંધજન મંડળ ભુજ દરેક પ્રકારના દીવ્યાંગોને સાધન સહાય રોજગારી અને તાલીમ આપે છે.હાલના આધુનિક સમય પ્રમાણે દીવ્યાંગો માટે ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ બનાવવામાં આવે છે. જે ચાર્જેબલ છે અને ૩૦ થી ૩૫ કિ.મી. ચાલે છે જે દીવ્યાંગ વ્યક્તિઓ સરળતાથી હરી ફરી શકે છે અને ખાસ કરીને જે દીવ્યાંગો રોજગાર કરવા માંગતા હોય તેમના માટે શ્રી કચ્છ જીલ્લા ગ્રામ વિકાસ સમિતિ દાતાઓના સહયોગથી આવી આધુનિક ટ્રાયસિકલ માટે મદદરૂપ બને છે.અનેક દીવ્યાંગ બહેનોને સિલાઈની તાલીમ આપીને સિલાઈ મશીન અર્પણ કરવામા આવ્યા છે આજ રોજ ૫ સિલાઇ મશીન અર્પણ કરવામાં આવ્યા જેના દાતા માતૃશ્રી જયાવંતિંબેન વિજયસિંહ ટોપરાણી,હસ્તે- શ્રીમતી નિરંજનાબેન અરવિંદ ટોપરાણી, મસ્કત,ઓમાન માંડવી તરફ થી આપવામા આવેલ છે.જે કાર્યમાં અરવિંદભાઈ જોષી અને તેમની ટીમ હંમેશા સહયોગી બને છે જેના માટે તેઓએ સમિતિના શ્રી અરવિંદભાઈ જોષીની ઉમદા કામગીરીને બિરદાવી હતી.*
*કચ્છ જીલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદભાઈ જોષીએ દાતાઓ સાથેનો સંબધો અને તેમના મારફતે મેડીકલ,શિક્ષણ,સમાજ અને અન્ય શેત્રોમાં છેલ્લા ૨૫ વર્ષથી મળતી અવિરત સહાયની માહિતી આપેલ હતી.કચ્છ જીલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ગઢવી એ કાર્ય કર્મ ને અને તમામ સંસ્થાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.**સમગ્ર આયોજન અને તેની ઉપયોગીતા ની પ્રશંસા કરેલ હતી શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપ ના પ્રમુખ શ્રી જયેશભાઈ સચદે આવા સેવાકીય કાર્યો માં ઉપયોગી થવા ની ખાત્રી આપી હતી.*
*શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ પલણે સમગ્ર આયોજન અને તેની ઉપયોગીતા બિરદાવી હતી અને ભવિષ્યમાં આયોજન થનાર નખત્રાણા તાલુકાનાં રસલીયા, ખોંભડી,રામપર (સર્વા )વગેરે ગામના ૩૦ દિવ્યાંગ બહેનોને તાલીમ આપી અંધજન મંડળ કે.સી.આર.સી.દ્વારા સિલાઈ મશીન આપવાની માહિતી આપી હતી. ભુજના સેવાભાવી આગેવાન શ્રી ભવાનભાઈ ઠક્કરે બંને સંસ્થાઓની કામગીરી બિરદાવી હતી.*
*શ્રી કચ્છ જીલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી અત્યાર સુધી એક હજાર ટ્રાયસિકલો અને ૨૦૦ સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવેલ છે.*
*સમિતિના સામાજિક કાર્યોની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ પણ લેવામાં આવેલ છે. આ કાર્યકમમાં સમિતિના શ્રી નીતિન ચાવડા,શ્રી શબીરભાઈ ચાકી,શ્રી કલ્પેશભાઈ ઠક્કર અને કે.સી.આર.સી.અંધજન મડળ ભુજ ના સ્ટાફમિત્રો હાજર રહ્યા હતા.*
*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*
More Stories
નેત્રંગ તાલુકાના ભોટનગર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈતિહાસ અને ગુજરાતી ભવન ખાતે એ “ભારતીય બંધારણની મૂળભૂત ફરજો” પર વ્યાખ્યાન યોજાયુ
નેત્રંગ તાલુકાના કોલીયાપાડા ગામે માર્ચ માસની ત્રીજા તબક્કા ની રાત્રિ સભા યોજાય,