September 4, 2024

* કેલ્વીકુવા ચેકડેમમાં ડુબી જવાથી એકનું કરૂણ મોત * ઝઘડીયા ફાયરબ્રિગેડના જવાનો મૃતદેહની શોધખોળમાં

Share to

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના નવી વસાહત ફળીયામાં રહેતા સતીષભાઇ વનમાળીભાઇ રાઠોડ (ઉ.૫૫) ગામના પાદરે આવેલ ચેકડેમમાં સવારના સમયે પગ લપસી જવાથી પાણીમાં પડ્યા હતા.બનાવની જાણ ગ્રામજનો થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી સતીષભાઇ રાઠોડને બચાવાના પ્રયત્નો હાથધયૉ હતા.પરંતુ પાણીમાં અંદર ખેંચાતા ડુબી જવાથી કરૂણ મોત નિપજ્યું હતું.મૃતકનો મૃતદેહ બહાર કાઢવા માટે ઝઘડીયા જીઆઇડીસીમાંથી બે ફાયરબ્રિગેડની ગાડી તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી જવાનો મૃતદેહને બહાર કાઢવા માટે જીવના જોખમે દોરડા બાંધી પાણીમાં ડુબકી લગાવી રેસ્ક્યું ઓપરેશનની કામગીરી દરમ્યાન મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો હતો.કેલ્વીકુવા ગામે ચેકડેમમાં ડુબી જવાથી એકનું મોત અને મૃતદેહને બહાર કાઢવાના રેસ્ક્યું ઓપરેશનની કામગીરી ચાલતી હોવાનું માલુમ પડતા ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed