October 12, 2024

સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા 440 શાળાઓમાં 900 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું………..

Share to

દિવાસી સમાજના જરૂરિયાતમંદ બાળકોની મદદ માટે સમસ્ત વસાવા સમાજ ગુજરાત આગળ આવ્યું છે.સમસ્ત વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ ચંદ્રકાન્ત એફ.વસાવાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમના સભ્ય રામદેવ વસાવા અને રમેશ વસાવા તરફથી વિવિધ ગામની 440 પ્રાથમિક શાળામા અને શ્રી નવરગ વિદ્યામદિર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે 900 જેટલી નોટબુકનુ વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકીય કાર્ય બદલ મોરીયાણા ગામના શાળા પરીવાર વતી યાહા મોગી ગ્રુપના સભ્યોએ સમસ્ત વસાવા સમાજ ગુજરાતની આ મદદને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

*વિજય વસાવા નેત્રંગ*


Share to