October 11, 2024

ભરૂચ માં કંથારિયા વિસ્તાર માં DGVCLની વિજીલન્સ ટીમના દરોડા 45 લાખ થી વધુ ની વીજ ચોરી ઝડપાય ભરૂચ જિલ્લા

Share to

ભરૂચ માં કંથારિયા વિસ્તાર માં DGVCLની

વિજીલન્સ ટીમના દરોડા 45 લાખ થી વધુ ની વીજ ચોરી ઝડપાય ભરૂચ જિલ્લા ના કંથારિયા સહિત વિવિધ સોસાયટી માં દક્ષિણ ગુજરાત વીજ કંપની ની વિજીલન્સની57 જેટલી ટીમે પોલીસને સાથે રાખી દરોડા પડ્યા હતા જેમાં અંદાજે 45 લાખ થી વધુ ની વીજચોરી ઝડપીપાડી હતી વિજીલન્સ ની ટીમે મીટર તેમજ સર્વિસ વાયર સહિતનો મુદ્દા માલ જપ્ત કરી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચના કંથારીયા સહિતના વિવિધ સોસાયટી માં વહેલી સવારે લોકો મીઠી નીંદણ માણી રહ્યા હતા ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજીલન્સ ટીમે કંથારીયા સહિતના વિવિધ સોસાયટીઓ માં જેમાં રોશનપાર્ક આમીનાપાર્ક નેશનલપાર્ક ગુલશનપાર્ક જિનદબંગલો સહિત ના વિસ્તાર માં 1800 જેટલા વીજ મીટરો ની ચકાસણી કરવામાં આવી હતી જેમાં લંગર તેમજ અલગથી સર્વિસ વાયર નાખીને તેમજ વીજમીટરો સાથે છેડછાડ કરી વીજ ચોરી કરતા કુલ 40 જોડાણો માં ગેરરીતી થઈ હોવાનું બહાર આવ્યું હતું તેઓને અંદાજે 45 લાખ થી વધુ નો દંડ ફટકારવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વિજીલન્સ ની ટીમે દરોડા પાડયા જેથી વીજ ચોરી કરતા તત્વો માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો


Share to