December 8, 2024

જૂનાગઢના ભેસાણ તાલુકા ની બરવાળા ગામની સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટસ એન્ડ કોમર્સ  કોલેજના સાત જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેહાલ ઉદ્યોગ સાહસિકોછે પ્રિન્સિપાલ ભુવા સાહેબ દ્વારા સન્માનિત કરીને વિશ્વ ઉદ્યોગ સાહસિક દિવસની ઉજવણી કરવામાં આવી

Share to

જૂનાગઢના ભેસાણ તાલુકામાં એક પણ કોલેજ ન હતી ભેસાણ તાલુકાના બરવાળા ગામમાં હંસરાજભાઈ ગોંડલીયા નો સામાન્ય પરિવારમાં જન્મ થયો હતો પહેલેથી જ આ વિસ્તારમાં અભ્યાસ કરવા માટે કોઈપણ કોલેજ ન હતી ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોને અભ્યાસ કરાવવા માટે હંસરાજભાઈ ગોંડલીયા ને ખૂબજ લાગણી હતી હંસરાજભાઈ ગોંડલીયાએ 1993 જુનમાં સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ની સ્થાપના કરી જેમાં કોમર્સ અને આર્ટસના ફેકલ્ટીના ઘણા બધા વિષયોના અભ્યાસ ક્રમ શરૂ થયો જેમાં આસપાસના 30 થી 35 કિલોમીટરના એરિયામાંથી જેવા કે જેતપુર તાલુકો બગસરા તાલુકો વિસાવદર તાલુકના હજારો વિદ્યાર્થીની વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કર્યો છે અને આ કોલેજમાં અભ્યાસ કરીને શિક્ષિકા શિક્ષકો સ્પોર્ટ્સ ટીચર પ્રોફેસરો પત્રકારો તેમજ અલગ અલગ ફેકલ્ટીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ નોકરી કરવા લાગ્યા છે હસરાજભાઈ ગોંડલીયા અને પ્રિન્સિપાલ ભુવા સાહેબ તેમજ કોલેજના બધા જ પ્રોફેસરો સાહેબને આશ્રેય જાય છે કે જેઓએ ઉચ્ચકક્ષાનો અભ્યાસ કરાવીને આજે આ નાના એવા એરિયામાં હજારો વિદ્યાર્થીઓને પગ ભર કર્યા છે આજે પણ આ કોલેજના વિદ્યાર્થીઓ વાલીઓ કોલેજના સંસ્થાપક હંસરાજભાઈ ગોંડલીયાને ભૂલી નથી શકતા તેમજ કોલેજની સ્થાપના થઈ ત્યારથી જ ભુવા સાહેબ પ્રિન્સિપાલ છે એટલે આ કોલેજમાં ભુવા સાહેબનું મેનેજમેન્ટ અભ્યાસને લઈને ખૂબ મોટું યોગદાન રહ્યું છે અને કોલેજના બધા જ પ્રોફેસરોને વિદ્યાર્થીઓ ભૂલી નથી શકતા. આજે પણ વિશ્વ ઉદ્યોગ સાહિત્ય દિવસે હોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવેલા હતા કોલેજમાં આખા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક વારસો ટકી રહે તે માટે વિવિધ કાર્યક્રમો થતા રહેતા હોય છે તેમાં પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જરૂરથી ભાગ લ્યેછે તેમજ બધા જ વિદ્યાર્થીઓ પ્રોફેસરો ગુરુઓને વંદન કરવા પણઆવે છે આજે પણ કાર્યક્ષેત્ર માટે બરવાળા કોલેજના બધા જ પ્રોફેસરોની સલાહ લેવાનું વિદ્યાર્થીઓ ચૂકતા નથી

તા: 21/08/2024 ના રોજ ” વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ 2024″ નિમિતે સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બરવાળા માં પ્રિન્સિપલ. ડો. આર. જી. ભુવા સાહેબના અધ્યક્ષ સ્થાને પ્રોફેસર ડો. કે વી ગજેરા ના માર્ગદર્શન નીચે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રોફેસર નરેન્દ્ર ડોબરીયા સર બરવાળા કોલેજમાં પોતાનું યોગદાનઆપી ચૂક્યા છે તેમજ નયનાબેન અંટાળાએ પણ ઘણો સમય સુધી આ કોલેજમાં અભ્યાસક્રમને લઈને યોગદાન આપેલું છે આજે બંને પ્રોફેસરો હાલ કાલાવડ કોલેજમાં ડોબરીયા સાહેબ તેમજ ધોરાજી કોલેજમાંઅંટાળા બેન પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે પ્રોફેસર,સ્વ, ત્રિવેદી સર પ્રોફેસર મહેતા,સર રાજકોટ યુનિવર્સિટીમાં જ્યારે બરવાળા કોલેજમાં પ્રિન્સિપાલ ભુવા સાહેબ પ્રોફેસર કાવાણી સર, પ્રોફેસર ભાવનાબેન, પ્રોફેસર ગીતાબેન, પ્રોફેસર રામાણી સર, પ્રોફેસર ગામીત સર ,પ્રોફેસર ગોજીયા સર, સહિત બધા જ પ્રોફેસરોએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો
આ કાર્યક્રમમાં બરવાળા કોલેજના ભૂતપૂર્વ વિધાર્થીઓ કે જેઓ હાલ ઉદ્યોગ સાહસિકો છે એટલે કે તેઓએ આ કોલેજમાં અભ્યાસ કરીને આજે ઉદ્યોગો પોતાને સ્થાપ્યા છે તેઓએ પોતાના અનુભવ અને પોતે કઈ રીતે સફળ થયા તેની માહિતી આપી હતી. હાલમાં કોલેજમાં અભ્યાસ કરી રહેલા વર્તમાન વિધાર્થી ને ઉદ્યોગ સાહસિક બનવા પ્રેરણા મળી રહે તે માટે

વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી અંતર્ગત અધ્યક્ષ પ્રિન્સિપલ ડો. આર. જી. ભુવા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાસભર સંદેશ આપતા કહયું કે ” સાહસિક બનો, પરિશ્રમ કરો દરેક ક્ષેત્રમાં સફળતા અવશ્ય મળશેજ

. રાજપરા હારસુખભાઈ ગામ રાણપુર હાલ ઉદ્યોગ(રાજકોટ )2. સાવલિયા કમલેશભાઈ ગામ,ભેસાણ હાલ ઉદ્યોગ (રાજકોટ )૩. સાવલિયા અરવિંદભાઈ ગામ છોડવડી ઉદ્યોગ(જૂનાગઢ)4. ગોલ પિયુષભાઇ ઉદ્યોગ જૂનાગઢ 5. કણજારીયા શૈલેષભાઈ ગામ ભેસાણ હાલ ઉદ્યોગ (જૂનાગઢ)6. રામાણી ચીમનભાઈ ગામ ખંભાળિયા હાલ ઉદ્યોગ
(રાજકોટ )7. ઠેસીયા કમલેશભાઈ ગામ. વધાવી હાલ ઉદ્યોગ(જૂનાગઢ આ બધા જ બરવાળા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ ઉદ્યોગ સાહસિકો છે વિશ્વ ઉદ્યોગ સાહસિક દિવસે બરવાળા કોલેજના પ્રિન્સિપાલ ભુવા સાહેબ તેમજ પ્રોફેસરો દ્વારા સાત વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ બરવાળા કોલેજમાંથી આ બધા જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ઉદ્યોગો સ્થાપ્યા છે એટલે દેશના વિકાસમાં પણ વિદ્યાર્થીઓનો અને કોલેજ નો પણ સિંહ ફાળોછે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to