જુનાગઢ પ્લેટીનીયમ હોટેલમાં ચાલતા જુગારધામમાં રેઇડ કરી જુગાર રમાડનાર તથા રમનાર ઇસમોને તેમજ હોટલના માલિક સહિત કુલ-૧૨ સ્ત્રી-પુરૂષોને પકડી પાડી રોકળ રૂ. ૪,૦૫,૦૯૦/- તથા અન્ય મુદામાલ સહીત કુલ રૂ. ૬,૧૭,૦૯૦/- નો મુદામાલ કબ્જે કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોથી કાઢી જુગારધારા તથા ભારતીય ન્યાય સહિતાની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરતીજૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબીશન/ જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની સુચના અન્વયે કાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ શ્રી જે. જે પટેલ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચ તપાસમાં રહી પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હોય દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ શ્રી જે. જે પટેલ તથા પો.હેડ કોન્સ મહેન્દ્રભાઇ ડેર ને સંયુક્તમાં અગાઉથી ચોકકસ ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, રવી હીરાભાઈ જગડા રહે, જુનાગઢ, રણમલ મેરામણ દિવરાણીયા રહે. ધંધુસર, મોહન કરશન ચાંડેલા રહે, ધંધુસર વાળાઓ બહારથી સ્ત્રીઓ અને પુરૂષોને ભેગા કરી જુનાગઢ જયશ્રી રોડ પર આવેલ પ્લેટીનીયમ કોમપ્લેક્ષમાં ચોથા માળે આવેલ પ્લેટીનીયમ હોટલના માલીક યોગેશભાઇ મોરી સાથે મળી હોટલમાં રૂમ ભાડે રાખી હોટલના રૂમમાં ગે.કા. રીતે ભાગીદારીમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી તીનપતી નામનો જૂગાર રમી રમાડી પોતાના આર્થીક ફાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમી હકિકત આધારે આજરોજ અંગત બાતમીદારો મારફતે ખરાઇ ખાત્રી કરાવતા સદરહું જગ્યાએ જુગારનો અખાડો ચાલુ હોવાની ખાત્રી થતા પોલીસ સ્ટાફ સાથે સદરહું જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા-૧૨ સ્ત્રી- પુરુષને જુગારના સાહીત્ય સાથે મળી આવતાં તમામ ઇસમો વિરૂધ્ધ જુનાગઢ બી ડીવીઝન પો.સ્ટે. માં જુગાર ધારા તથા ભારતીય ન્યાય સહિતાની કલમ ) મુજબનો ગુન્હો તા.૨૧/૦૮/૨૦૨૪ ના રોજ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે. આમ જુનાગઢ જિલ્લામાં સૌ પ્રથમ ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલ નવા કાયદાની જોગવાઇ એટલે કે ભારતીય ન્યાય સહિતાની કલમ ૧૧૨(૨) મુજબ નાનો સંગઠીત ગુના મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. તમામ આરોપીઓને અટક કરેલ હોય બી ડીવીજન પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ કોર્ટમાં રજુ કરવામાં આવશે
જુગાર રમતા મળી આવેલ આરોપીઓ
(૧) રણમલ મેરામણભાઇ દિવરાણીયા ઉવ.૩૫ ધંધો, ખેતી રહે. ધંધુસર ગામ, તા. વંથલી જી. જુનાગઢ (૧) વંચલી
(2) મોહન કરશનભાઇ ચાંડેલા ઉવ. ૪૫ ધંધી. ખેતી રહે, ધંધુસર ગામ, તા. વંથલી જી. જુનાગઢ (૩) અભયસિંહ દેવુભા વાઘેલા ઉવ. ૬૧, ધંધો ખેતી રહે. ગામ ભાડેર, તા ધોરાજી જી રાજકોટ ગ્રામ્ય
૪) દેવાભાઇ નાથાભાઇ હુણ, ઉવ. ૨૯ ધંધો દુધનો રહે. ખલીલપુર ગામ, તા. જી. જુનાગઢ ૫) અશોક ભીખાભાઈ પટોળીયા, ઉવ. ૪૨ ધંધો, ખેતી રહે સુખપુર ગામ, તા. ભેસાણ જી. જુનાગઢ
(૬) લખધીરસિંહ હેમુભા ગોહિલ, ઉવ. ૩૪ ધંધો, ખેતી રહે, ગોમટા, તા. ગોંડલ જી. રાજકોટ ગ્રામ્ય(૭) સિકંદર હુશેનખાન પઠાણ. (૮) રણમલ કરશન યાંડેલા, ઉવ.૩૬ ધંધો, ખેતી રહે ધંધુસર ગામ તા. વંથલી જી. જુનાગઢ(૯) ભીખાભાઇ લખમણભાઇ ગીરનારા, ઉવ.૫૮ ધંધો મકાન લે વેચ રહે મધુરમ બાયપાસ, જુનાગઢ(૧૦) યોગેશભાઈ નારણભાઇ મોરી, ઉવ.૪૯ ધંધો હોટલનો રહે મુરલીધર સોસાયટી જોષીપરા, જુનાગઢ
(૧૧) સોનલબેન ડી/ઓ ગોવિંદભાઈ ખાખરીયા, ઉવ.૪૫ ધંધો. ઘરકામ રહે ખોડીયાર કોલોની જામનગર
(૧૨) ગીતાબેન વા/ઓ ચંપકલાલ વાસજાળીયા, ઉવ. ૪૫ ધંધો, ઘરકામ રહે, એક્યુઝમેન્ટ પાર્ક, જામનગર
કબ્જે કરવામાં મુદામાલઃ-રોકડ રૂ.૩,૯૫,૦૯૦/ તથા નાલના રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રોકડ રૂ.૪,૦૫,૦૯૦/-
મો.ફોન નંગ-૧૧ કિ.રૂ.૯૨,૦૦૦/-
ગંજીપતાના પાના નંગ-૫૨ તથા ગંજીપતાના પાનાની કેટ નંગ-૭ કિ.રૂ.૦૦/૦૦પાથરણું કિ.રૂ.૦૦/૦૦
મો.સા. નંગ-ન્ય કિ.રૂ.૧,૨૦,૦૦૦/-
મળી કુલ કિ.રૂ.૬, ૧૭,૦૯૦/-
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા એ.એસ.આઇ. નિકુલ પટેલ તથા
પો.હેડ કોન્સ મહેન્દ્રભાઈ ડેર, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, આઝાદસિંહ સીસોદીયા, દેવસીભાઇ નંદાણીયા તથા પેરોલ ફર્લો સ્કોડના મહીલા પો.કો સેજલબેન ગરચર તથા ડ્રા. પો.કોન્સ જગદીશભાઇ ભાટુ એ રીતેના ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.