જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના સિધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા તેમજ બહારના જિલ્લાના તેમજ બહારના રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસતા-ફરતા/પકડવાના બાકી આરોપીઓ તથા પેરોલ ફર્લો/જેલ ફરારી આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના કરવામાં આવેલ હોય. જે અન્વયે કાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઈન્સ શ્રી જે જે પટેલ સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ ઇન્સ. વાય.પી.હડિયા સાહેબની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ્ટાફના માણસો હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સોર્સના માધ્યમથી સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ જૂનાગઢની ટીમના એ.એસ.આઈ ઉમેશભાઈ વેગડા તથા પો.કોન્સ. દિનેશભાઈ છૈયા તથા પ્રવિણભાઇ મોરી તથા વુ પો.કોન્સ. સેજલ ગરચર નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે, જૂનાગઢ જિલ્લાના માળીયા- હાટીના પો.સ્ટે માં આઇ.પી.સી કલમ તથા પોક્સો એક્ટ મુજબના ગુન્હાઓના કામનો આરોપી સુરજ ઉર્ફે મુનજી અમરશીભાઇ ચાવડા જાતે દે.પૂ.ઉ.વ.૨૭ રહે, કારેજ ગામ પ્લોટ વિસ્તાર તા–માંગરોળ જી:-જુનાગઢ વાળી છેલ્લા ઘણા સમયથી ઉપરોક્ત ગુન્હાના કામે પોલીસની પકડથી નાસતો ફરતો હોય અને મજકુર આરોપી હાલ તેના રહેણાક મકાને હોય તેવી હકિકત મળતા તે હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ જઈ ખાત્રી કરતા, મજકુર આરોપી હાજર મળી આવેલ હોય અને તેનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ સુરજ ઉર્ફે મુનજી અમરશીભાઇ ચાવડા દે.પુ. કારેજ ગામ પ્લોટ વિસ્તાર તા: માગરોળ જી:-જુનાગઢ વાળો બતાવતો હોય અને આરોપી ઉપરોક્ત અલગ-અલગ બન્ને ગુન્હાઓના કામે નાસતો ફરતો હોવાની કબુલાત આપતો હોય જેથી આરોપીને હસ્તગત કરી જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના પો સ્ટેને સોપવામાં આવેલ છે
આરોપી સુરજ ઉર્ફે મુનજી અમરશીભાઇ ચાવડા જાતે દે.પુ. કારેજ ગામ પ્લોટ વિસ્તાર તા:-માંગરોળ જી:-જુનાગઢ
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ શ્રી જે.જે. પટેલ, પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઈ.શ્રી વાય પી.હડીયા તથા એ. એસ. આઈ. ઉમેશભાઇ વેગડા, પો કોન્સ દિનેશભાઇ છૈયા, પ્રવિણભાઇ મોરી તથા વુ પો.કોન્સ.સેજલબેન ગળચર નાઓએ સાથે મળી પ્રશંસનીય કામગીરી કરેલ છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.