December 3, 2024

મહારાષ્ટ્રના બહેરેહાર કોલ્હાપુરનો વતની માનસિક અશ્વસ્થ 34 વર્ષીય યુવાન કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો જુનાગઢ પોલીસે શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યું અરજદારે પોલીસનો આભાર માન્યો

Share to

‌અરજદારનો ૩૪ વર્ષીય ભાણેજ ગુમ થતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાની મદદથી શોધી પરીવાર સાથે મીલન કરાવતી નેત્રમ શાખા.*_

જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર ફિરોજ નુરમહમદ બહેરેહાર કોલ્હાપુર મહારષ્ટ્રના વતની હોય અને તેમનો ભાણેજ કોઇને કહ્યા વિના ઘરેથી નિકળી ગયેલ હોય અરજદારે આજુબાજુમાં તપાસ કરેલ તથા તેમના સગા-સબંધી અને મિત્રોને પણ ફોન કરી તપાસ કરેલ પરંતુ તેમનો ભાણેજ ક્યાંય મળી આવેલ નહી તેમજ તેમનો ભાણેજ માનસીક રીતે અસ્વસ્થ હોય* જેથી અરજદાર અને તેમનો પરીવાર ખૂબ ગભરાઇ ગયેલ તેમનો ભાણેજ ક્યાં નીકળી ગયેલ હશે? અને કેવી પરીસ્થીતીમાં હશે? તેવી ચિંતામાં તેમના પરીવારના સભ્યો વ્યથીત થઇ ગયેલ હોય, આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. નરેન્દ્રભાઇ દયાતર, તરૂણભાઇ ડાંગર, રૂપલબેન છૈયા, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા અરજદારનો ૩૪ વર્ષીય ભાણેજ ST સર્કલ પાસે જોવા મળેલ. જે આધારે નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ જઇ ST સર્કલ આજુબાજુ તપાસ કરતા અરજદારનો ૩૪ વર્ષીય ભાણેજ ત્યાં સહી સલામત મળી આવતા અરજદાર અને તેમના પરીવારએ રાહતનો શ્વાસ લીધો હતો.*_

નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા બનાવની ગંભીરતા સમજી કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના પોતાના પરીવારનો સભ્ય ગુમ થયેલ હોય તેમ સમજી અરજદારના ૩૪ વર્ષીય ભાણેજને શોધી તેમના પરીવાર સાથે મીલન કરાવેલ, નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા પોતાના ભાણેજને સહી સલામત શોધી આપવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને અરજદાર દ્રારા નેત્રમ શાખા પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો…*_

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા ગુમ થયેલ વ્યક્તિને સહી સલામત શોધી પરીવાર સાથે મીલન કરાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે…

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to