બોડેલી ના અલીપુરા ની નવજીવન હાઈસ્કૂલ માં 78 માં સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી ખૂબ ધમધૂમથી કરવામાં આવી હતીમાં અલીપુરા નવજીવન હાઈસ્કૂલમાં 78 માં સ્વતંત્ર દિવસ નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે પધમશ્રી પરેશ ભાઈ રાઠવા ના સાનિધ્ય માં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બાળકોએ ખૂબ ઉત્સાહ થી ભાગ લીધો હતો
બાળકોએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. બાળકોને વિવિધ ક્ષેત્રે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ત્યારે ટ્રસ્ટી કંચન ભાઈ પટેલ, બોડેલી ના વકીલ મોહસીન ભાઈ મન્સૂરી, આચાર્ય એકનાથ જાધવ સાહેબ દીપકભાઈ વજવાસી સહિત સ્કૂલના આચાર્ય શિક્ષકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર