September 7, 2024

ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

૭૮ માં સ્વાતંત્રદિનના પર્વ નિમિત્તે કોર્ટ સંકુલમાં તથા સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ ના રહેણાંક ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

૭૮ માં સ્વાતંત્ર દિન નિમિત્તે ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે ઝઘડિયાના સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ના હસ્તે ધ્વજવંદન તથા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ઝઘડિયા તાલુકા કોર્ટના સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુ. એચ.એસ.પટેલ ના હસ્તે કોર્ટ પ્રાંગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા, દિલિપસિંહ નકુમ, સિનિયર એડવોકેટ અમરસિંહ ચોહાણ, રણજીતસિંહ પરમાર, અનિલભાઈ પંડ્યા તમામ વકીલ સભ્યો, કોર્ટનો સ્ટાફ, ઝઘડિયા પોલીસ મથકનો સ્ટાફ તથા ઝઘડિયાની શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ ના હસ્તે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા ભેટ રૂપે આસન નુ વિતરણ કરવામાં આવ્યું હતું, સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુ. એચ એસ પટેલ દ્વારા ધ્વજવંદન બાદ કોર્ટ સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ, આ ઉપરાંત કોર્ટ સંકુલમાં આવેલ સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજના રહેણાંકના સ્થળે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમ દરમિયાન સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને જ્યુડીસીયલ ચીફ મેજિસ્ટ્રેટ કુ. એચ એસ પટેલે ૭૮ માં સ્વાતંત્ર દિનની સૌને શુભેચ્છાઓ પાઠવી અને વૃક્ષારોપણ કર્યા બાદ તેનું જતન કરવાનુ આહવાન કર્યું હતું


Share to

You may have missed