આજરોજ 78 માં સ્વતંત્ર દિન નિમિત્તે પ્રકૃતિની ગોદમાં આવેલ શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ ખાતે આઝાદીના મહામૂલા પર્વની ભારે ઉલ્લાસ અને આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે વનવાસી સેવા સમાજ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને માર્ગદર્શક જીતેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા ના અધ્યક્ષ સ્થાને શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલના પટાંગણમાં ઉપસ્થિત રહેલ વિશાળ મેદની હાજરીમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આપણી દેશભક્તિને ઉજાગર કરતા અને આઝાદીની લડાઈમાં પોતાનું સર્વસ્વ ગુમાવનાર વીરબંકાઓ ની શૂરવીરતા નું વર્ણન કરતા દેશભક્તિ ગીતો અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપતા પ્રવચનો રજૂ કરવામાં આવ્યા. જેને લઇ આખું વાતાવરણ દેશભક્તિમય બની જવા પામ્યું. અધ્યક્ષ સ્થાનેથી જીતેન્દ્રસિંહ મોહન સિંહ રાઠવા એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં દેશની મહામૂલી આઝાદી ની લડાઈમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આપણને મળેલ આઝાદીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આપણે આપણા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી દેશના વિકાસમાં આપણું યોગદાન આપીએ. ઉપસ્થિત વિદ્યાર્થીઓને સાચા અર્થમાં વિદ્યાર્થી બની શિક્ષણ મેળવવાનો અનુરોધ કરી સારા નાગરિક બનવાની તાકીદ કરી હતી. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય શ્રી શાહિદ શેખ દ્વારા શાળા પરિવારના આમંત્રણ ને માન આપી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ ગ્રામજનો, આમના સરપંચ શ્રી,ઉપસરપંચ શ્રી, તલાટી કમ મંત્રીશ્રી ગામના વડીલો અને યુવાનો નો ભારોભાર આભાર માની આજ રીતે ભવિષ્યમાં શાળાના વિકાસ માટે સાથ સહકાર આપવા નો અનુરોધ કર્યો હતો. ત્યારબાદ ગ્લોબલ વોર્મિંગ થી થતી આડઅસરને દૂર કરવા ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા ની ગ્રીન રિવોલ્યુશન હાકલ ને હર્ષભેર ઉપાડી જય કિશાન નર્સરી ના યુસુફભાઈ ના સહયોગ થી ઉપસ્થિત મહાનુભવો દ્વારા શાળા પરિસરમાં 50 લીમડાના વૃક્ષો નું આરોપણ કરવામાં આવ્યું હતું. અંતમાં સૌ એકબીજા ને સ્વતંત્ર પર્વ ની શુભેચ્છા પાઠવી છૂટા પડ્યા હતા
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,