બોડેલી :
લગભગ છેલ્લા ૨૩ ૨૩ વર્ષથી 26મી જાન્યુઆરી અને 15 મી ઓગસ્ટના બંને રાષ્ટ્રીય પર્વ ના દિવસે બોડેલી વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા બોડેલી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે 15 મી ઓગસ્ટ ના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બોડેલી ખાતે વૈષ્ણવ યુવા સંગઠન , બોડેલી દ્વારા બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ તેમજ જનશક્તિ યુવક મંડળ, અલીપુરાના સંયુક્ત ઉપક્રમે વડોદરાની ઇન્દુ બ્લડ બેન્કનાં સહયોગથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું …
વૈષ્ણવ યુવાસંગઠનના પ્રેરક, માર્ગદર્શક પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી ની પ્રેરણાથી 1997 ની સાલથી દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરીના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે એ જ શૃંખલામાં આજે આ 15 મી ઓગસ્ટના રોજ બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પ ઇન્દુ બ્લડ બેન્કના સહયોગથી કરવામાં આવ્યો જેમાં આ માનવ કલ્યાણકારી કાર્યમાં સ્વયંભૂ રીતે દાતાઓ રક્તદાન કરવા માટેની તત્પરતા બતાવે છે જેમાં 80 થી 100 યુનિટ બ્લડ એકત્રિત થતું હોય છે અને જરૂરિયાતમંદ દર્દીઓને જ્યારે પણ જરૂર પડે ત્યારે વૈષ્ણવ યુવા સંગઠનના કાર્યકરો તેઓના સુધી રક્ત પહોંચાડી આ માનવ કલ્યાણકારી કાર્યને ઉજાગર કરી રહ્યા છે.
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર