October 31, 2024

બોડેલી માય શાનેન સ્કૂલમાં 78 માં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Share to

આજ રોજ તારીખ ૧૫ મી ઓગષ્ટ ના દિવસે આપણો સમગ્ર દેશ ૭૮ મો સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યો છે ત્યારે જેસીટી ગ્રુપ દ્વારા સંચાલિત માય શાનેન સ્કૂલ બોડેલીના પ્રાંગણમાં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત શ્રી પરેશભાઈ રાઠવાજી જેસીટી ગ્રુપ ચેરમેન લોકેન્દ્રસિંહ વાંસદીયા, શાળાના હેડ , બંને માધ્યમના આચાર્યશ્રીઓ, વિદ્યાર્થી મિત્રો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા આ ઉજવણીમાં સ્વતંત્રતા માટે પોતાની યોગદાન આપનાર તમામ સ્વતંત્ર સેનાની ઓની યાદમાં બાળકો દ્વારા અલગ અલગ કૃતિ જેવી કે દેશભક્તિ ગીત, ડાન્સ, સ્પીચ વગેરેની રજૂ કરવામાં આવી હતી અને અલગ અલગ સ્પર્ધાઓના સર્ટિફિકેટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા કે આપણે સૌ સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને વ્યર્થ નહીં જવા દઈએ અને આપણા દેશની પ્રગતિ માટે યથા યોગ્ય ફાળો આપીશું કાર્યક્રમના અંતે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો કર્મચારી ગણ તેમજ વ્હાલા વિદ્યાર્થીઓ નો આચાર્ય દ્વારા આભાર માનવામાં આવ્યો હતો,

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed