October 9, 2024

બોડેલી એમ.ડી.આઇ પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલયમાં 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી.

Share to

આજના 78માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે અત્રેની શાળામાં ધોરણ -10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિવાન શીફા કે જે વિકલાંગ છે.જેને એની માતા દિવાન તસ્લીમબાનું કે રોજ આ દિકરીને ઉચકીને શાળાના પ્રથમ માળ સુધી ક્લાસમાં મૂકવા અને લેવા માટે આવે છે.વર્તમાન સમયમાં શિક્ષણનું શું મહત્વ છે એને ધ્યાનમાં રાખી આ માતા પોતાની દિકરી શિક્ષણથી વંચિત ન રહે તે માટે પોતાના દરેક કામને આગળ પાછળ કરી દિકરીને કેડમાં ઉચકી રોજ શાળાએ મૂકવા અને લેવા આવે છે.એક માતાની શિક્ષણ પ્રત્યેની આ લાગણીને જોઇને શાળાના આચાર્યશ્રી યુ.વાય.ટપલા દ્વારા દીકરીની માતા દિવાન તસ્લીમબાનું ઈરફાન ભાઈના હાથે ધ્વજારોહણ કરાવવામાં આવ્યું,સાથે સાથે હર ઘર તિરંગા અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધા જેવી કે કેશ ગુંથન સ્પર્ધા,દેશભક્તિ ગીત,ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા,રંગોળી સ્પર્ધા,મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્પર્ધામાં વિજેતા થયેલ એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શાળામા પધારેલ મહેમાન લતિફભાઈ મેમણ,શાળાના પ્રમુખ ખત્રી ફિરોજભાઇના હાથે ઈનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું.આ કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા વેશભૂષા,પિરામિડ તેમજ માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ ગીત અને નાટક રજૂ કરવામાં આવ્યું.સાથે સાથે અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યશ્રી ખત્રી હારુંભાઈ તેમજ રેમ્બો કવોરી અને શિવા કવોરી વર્કસ તથા તાહિરભાઇ મેમણ કે જેઓએ આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને નાસ્તો આપી જે દેશપ્રેમ વ્યક્ત કર્યો તે અંતર્ગત શાળા પરિવાર વતી એમનો આભાર માનવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી એસ.એસ.પઠાણ અને એસ.એ.પઠાણ દ્વારા કરવામાં આવ્યું.

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed