રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS
અંકલેશ્વર થી રાજપીપલા સુધી અનેક રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઇ રહે છે..
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી બંધ પડેલ અંકલેશ્વર રાજપીપલા વચ્ચેની રેલવે લાઇન પરના ગરનાળાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે. તાલુકામાંથી પસાર થતાં મુખ્ય ધોરીમાર્ગને જોડતા ગ્રામ્ય માર્ગો ની મધ્યમાંથી રેલવે લાઇન પર ગરનાળા બનાવવામાં આવ્યા હતા જેથી રેલવે ને કોઈ જાત ની અગવડ ના પડે તેમજ વાહન ચાલકો આ ગરનાળાઓમાંથી ગામડાઓની જનતા અવરજવર કરે પરંતુ એના થી ઉલટું આ ગરનાડાઓના વિના આયોજન રેલવે ગરનાડા નું બાંધ કામ કરતા પાણી નો યોગ્ય નિકાલ ના થતા ચોમાસા દરમિયાન અંકલેશ્વર થી રાજપીપલા સુધી અનેક રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઇ રહે છે જેના કારણે અપડાઉન કરતા વિધ્યાર્થીઓ નોકરિયાત વર્ગ તેમજ અન્ય ગામોએ જતા આવતા ગ્રામજનો ખેડૂતોને વારંવાર હાલાકિ પડી રહી છે ગરનાળાઓ મા પાણી ભરવાના કારણે અન્ય રસતા ઉપર થઈ જવું પડી રહ્યું છે જે લોકો માટે ઇંધણ તેમજ સમય નો વેડફાટ થઈ રહ્યો છે તેમ છતાં રેલવે તંત્ર આ બાબતે કોઈ પણ કામગીરી કરાવતું નથી હોતું તેવું લોકોનું કેહવું છે રેલવે તંત્ર ના પાપે લોકો ને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો ઉમલ્લા નજીક કાલીયાપુરા ગામ પાસે મુખ્ય ધોરીમાર્ગને જોડતા ગ્રામિણ માર્ગ પરના રેલવે ગરનાળામાં પાણી ભરાતા આ પંથકના ગામોના લોકો તેમજ નજીકમાં આવેલી રાજશ્રી વિદ્યામંદિરના શાળાના વિધ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા, આ સ્થળ નજીક આરપીએલ નામની કંપની આવેલી છે,આ કંપનીમાં શાળા આવેલ હોઇ જેમાં આજુબાજુના ગામોના વિધ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ અર્થે આવે છે ગરનાળામાં પાણી ભરાઈ જવાથી વાલીઓ મેનરોડ પર પોતાના વાહન મૂકી અર્ધો કિલોમીટર દૂર સુધી બાળકોને શાળા પરથી પગપાળા લેવા તેમજ મૂકવા મજબુર બન્યા છે. ગરનાળા મા પાણી ભરાવાના કારણે બાળકોના જીવને જોખમ ન ઉભુ થાય માટે વાલીઓએ જાતે બાળકોને લેવા આવું પડે છે, ગરનાળામાં પાણી ભરાવાના કારણે આવવા જવામાં તકલીફ પડે છે કેટલાક વાલીઓ જીવના જોખમે બાળકોને ગળનાળામાંથી પસાર કરતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થયા છે. સ્કૂલના સત્તાધીશો પણ આ બાબત કોઈ નક્કર રજૂઆત કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ગરનાળા માંથી ચોમાસા દરમિયાન પાણીનો કાયમી નિકાલ થઈ જાય અને ગરનાળામાં પાણી ભરાઇ ના રહે તે માટે રેલવે સત્તાવાળાઓ તાકીદે યોગ્ય પાણી નો નિકાલ કરવા આગળ આવે તેવી લોક માંગ પ્રજામા ઉઠવા પામી છે.
More Stories
*ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો* ***
ધારાસભ્ય અરૂણસિંહ રણાના અધ્યક્ષસ્થાને વાગરા ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો*
*હાંસોટ એપીએમસી ખાતે યોજાયેલા રવી કૃષિ મહોત્સવમાં ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલ સહભાગી બન્યા*