November 21, 2024

ઉમરપાડાના ગુલીઉમર ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

Share to

ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવામાં આવી હતી જેમાં આદિવાસી સંસ્કૃતિ ને ઉજાગર કરવા માટે આદિવાસી સંસ્કૃતિ રીતિરિવાજ મુજબ આદિવાસી કુલદેવી યાહામોગી પુજા સાથે પરંપરાગત પુંજા કરવામાં અને કરી હતી. જે કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરંપરાગત પોશાક નાના બાળકો આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું. અદભુત ડાન્સના ઠુમકા થી બધા મુગ્ધ બની ગયાં બધાં તાડીઓના ગડગડાટ પ્રોત્સાહિત કરવામાં હતાં. કાર્યક્રમમાં વ્યક્તવ્યમાં આદિવાસી દિવસ કેમ તેનું મહત્વ બાબતે માહિતી આપવામાં આવી હતી. આદિવાસી સમાજમા પુર્વજો ને પ્રકૃતિ એક વૈજ્ઞાનિક ખરાં અર્થમાં હતા પશુ, પક્ષી અને વૃક્ષો વગેરે અવાજ અને પાન જાણકારી આપતા હતા સાથે આદિવાસી સમાજમાં પ્રવર્તમાન સ્થિતિમાં કુપોષણ, સિકલસેલ જેવા વારસાગત બીમારી, વ્યસનો બહાર આવવું ,બાળ લગ્નો પ્રતિબંધ સાધવો, મહિલા સશક્તિકરણ શિક્ષણ પ્રમાણમાં ઘટ જેવા મુદ્દાઓ પર માહીતી પ્રદાન કરી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સ્વાતિબેન પટેલ એજ્યુકેશન ઓફિસર, ગામનાં પોલીસ પટેલ રાજુભાઇ વસાવા, ગામનાં વિડ્યો વસંતભાઇ વસાવા જાલમસિગભાઇ, એસવંતભાઇ, લાલસિંગભાઇ સાથે એક્શન યુવા ગૃપના વિજય વસાવા મહેન્દ્રભાઈ વસાવા, વિનુભાઈ સાથે સમસ્ત યુવા ગૃપ ઉપસ્થિત કાર્યક્રમ યોજાયો હતો.


Share to

You may have missed