વનવિભાગ ને કોતરવાળા ભાગ માંથી સંતાડેલ લાંકડા નો જથ્થો મળી આવ્યો.
કુલ્લે ૨૮ ખેરના ઝાડની કિંમત રૂપિયા ૧.૧૫ હજાર ( સરકારી દર મુજબ )
નેત્રંગ . તા.૦૮-૦૮-૨૪.
નેત્રંગ-ઝંખવાવ રોડ પર કવચીયા ગામ ની પુર્વ દિશા તરફ અને સુરત જીલ્લા ને અડી ને નેત્રંગ વનવિભાગ ના કાયઁ વિસ્તારમા અતિસંવેદનશીલ રિઝર્વ જંગલ વિસ્તાર કે જેને રાજવાડી રાઉન્ડ તરીકે ઓળખાય છે. આ રાઉન્ડ ના પિંઞોટ બીટના કં.નં.૫૪૭ મા મોટા કરવામા આવેલ કિંમતી ઞણાતા એવા ૨૮ જેટલા ખેરના વૃક્ષો વિરપ્પનોએ પોતાના અંગત સ્વાથઁ ખાતર કાપી નાખવાની ઘટના બહાર આવતા ભરૂચ,સુરત,તાપી જીલ્લા ના વનવિભાગમા ભારે ચકચાર મચી જવા પામી છે,
જેને લઇ ને તા.૭મી ના રોજ વનવિભાગ ની એક ઉચ્ચ મહિલા અઘિકારી સહિત નેત્રંગ વનવિભાગ ના ઇન્ચાર્જ મહિલા આરએફઓ તેમજ સ્ટાફ રાજવાડી રાઉન્ડ પિંગોટ બીટમા તપાસ નો ઘમધમાટ બોલાવી દીઘો હતો. તપાસ હાથ ધરાતા કુલ્લે ૨૮ ખેરના વૃક્ષો કપાયેલ હોય, ૨૮ ઠુઠ નુ મોજમાપ કરતા ૪.૦૪૫ ઘ.મી પૈકી ૧.૮૫૧ ઘ.મી ખેરના લાંકડા વિરપ્પનો એ કોતરવાળા ભાગ માંથી સંતાડેલ મળી આવેલ છે. જેમા બાકી પડતા ૨.૧૯૪ ઘ.મી ના મુદામાલ ની તપાસ ચાલુ છે. ઇન્ચાર્જ મહિલા આરએફઓ પરમારે આપેલ માહિતી મુજબ ગુન્હાકામના મુદામાલ સરકારી દર મુજબ ની કિંમત રૂપિયા ૧.૧૫ હજાર ( એક લાખ પંદર હજાર) થાય છે. જેમાં થી વનવિભાગે રૂપિયા ૩૫ હજાર નો મુદામાલ કબ્જે કરેલ છે.
સદર ઞુન્હાને કલમ ૨૬(૧) એફ થી એફ.ઓ.આર કરી રજવાડી રાઉન્ડ ઞૃના નં ૦૭/૨૦૨૪-૨૫ અને નેત્રંગ રેંજ ગુન્હા રજીસ્ટ્રાર નં ૧૦/૨૦૨૪-૨૫ થી નોંઘી વધુ તપાસ આરએફઓ મીના પરમાર ચલાવી રહ્યા છે.
બોકક્ષ-:
૨૮ જેટલા કિંમતી ખેરના વૃક્ષો કાપવા માટે વિરપ્પનો સાથે કોઈ પણ જાણભેદુ હોવાનુ ચચાઁઇ રહ્યુ છે.
નેત્રંગ વનવિભાગ ની કચેરીના તાબા હેઠળ વિશાળ જંગલ આવેલ છે. જેમા સૌથી અતિસંવેદનશીલ અને ગીચ જંગલ વિસ્તાર એટલે મોતિયા નો જંગલ વિસ્તાર તરીકે ઓળખાય છે. વનવિભાગે જંગલોનો વિકાસ કરવા માટે વનસમિતિ ઓની રચના કરી છે. વનની સાચવણી કરવાની જવાબદારી આ સમિતિ તેમજ વનવિભાગના કમઁચારીઓની હોય છે. ત્યારે રાજવાડી રાઉન્ડ ના પિંગોટ બીટના કાયઁવિસ્તારમા કિંમતી ખેરના વૃક્ષો મોટી સંખ્યામા હોવાની જાણકારી વનવિભાગ ના કમઁચારીઓ તેમજ વનવિભાગ સાથે કાયમી સંકળાએલ લોકો સિવાઈ કોઈ ને ખબરના હોય. તેવા સંજોગોમાં એક સાથે ૨૮ જેટલા ખેરના ઝાડ વિરપ્પનોએ પોતાના અંગત સ્વાર્થ ખાતર કાપી નાંખતા લોકોમા ચચાઁઇ રહ્યુ છે.કે અંદર ના કોઈ પણ વ્યકિતના સહકાર વિના આ કામ થવુ અશક્ય હોવાનુ ચચાઁઇ રહ્યુ છે.
બોકક્ષ
નેત્રંગ વનવિભાગના આરએફઓ સહિત ત્રણ જેટલા વન રક્ષક ની બદલીના માંદ ૨૧ દિવસ થયા છે ત્યા આ બનાવ બન્યો.
નેત્રંગ વનવિભાગ છેલ્લા કેટલાક વખત કોઈ ને કોઈ વિવાદમા છે.
જેમા નવા મુકાયેલ મહિલા આરએફઓ ને રહેઠાણ માટે ક્વાટર્સ નહિ મળતા વિવાદ ઉભો થયો હતો. ત્યારબાદ વનરક્ષક ને મહિલા આરએફઓ થકી કામની બાબતે વનરક્ષક ને જાનથી મારી નાખવાની ઘમકી,રોજમદાર કામદારોએ વેતન બાબતે આરએફઓ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવી બદલીની માંગ કરી હતી, જેને લઇ ૧૮મી જુલાઈ ના રોજ મહિલાઓ આરએફઓ સહિત છેલ્લા આઠ,દસ વર્ષ થી એક જ જગ્યાએ ફરજ બજાવતા ત્રણ જેટલા વંનરક્ષકોની બદલી થઈ ને માંદ ૨૧ દિવસનો જ સમય ગાળો થયો છે.ત્યા એક સાથે ૨૮ જેટલા કિંમતી ખેરના ઝાડ કપાયા છે,તેને લઇ ને પણ અનેક પ્રકાર ની ચર્ચાઓ લોકોમા ચચાઁઇ રહી છે. તેવા સંજોગો મા વનવિભાગ તટસ્થ રીતે તપાસ હાથ ધરે તો કિંમતી બે નંબરી લાંકડા નો વેપલો કરતા વિરપ્પનો ઝડપાઇ તેમ છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
*અબડાસા તાલુકાના નલિયા થી ૮ કિલોમીટર ની અંતરે આવેલ મુઠીયાર ગામે શ્રી નીલકંઠ મહાદેવ ની જલાધારી તેમજ રુદ્રી અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.*
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા